કોરોના સંક્રમણની બીજી લહેર આવવાના ભય સાથે કેન્દ્ર સરકાર આગામી એપ્રિલ મહિનાથી દેશમાં લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવાનું વિચારી રહી છે…

 

          દેશમાં કોરોના સંક્રમણના  નવા કેસ ક્રમશ ઘટી રહ્યા છે. 80 થી 85 લાખ લોકોને વેકસિન પણ આપાઈ ગઈ છે. વકસિન આપવાની કામગીરી સતત ચાલુ છે. ત્યારે સમગ્ર દેશમાં હવે રાબતા મુજબની પરિસ્થિતિ રચાય એવી આશા સાથે સરકાર પ્રતિબંધોને હટાવીને દેશને ગતિશીલ બનાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. માર્ચ- એપ્રિલની મધ્યમાં તમામ દેશની અદાલતો ને કાર્યરત કરાય એવી શક્યતા છે. એની સાથે પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, કેરળ, તામિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં એપ્રિલ- મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ અચૂક આવી રહી છે. ચૂંટણીની અગાઉ  આ પાંચે રાજ્યોમાં સ્થિતિ રાબેતા મુજબની બની રહેશે . એપ્રિલ- મે મહિના દરમિયાન ચૂંટણી પ્રચાર તેમજ બહારના રાજ્યોના રાજકીય મહાનુભાવોની આવનજાવન વગેરેને કારણે દેશ ફરીથી ધમધમતો બની જશે. કેન્દ્ર સરકાર એ અંગે ગંભીરતાથી આયોજન કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. – તાજેતરમાં ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ દરમિયાન કોરોનાને કોરાણે મૂકી દેવામાં આવ્યો હતો. આજકાલ સભા- રેલીઓ , હોટેલ, રેસ્ટોરન્ટોમાં લોકો કશાય ભય વિના આવન- જાવન કરી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં નવા કોરોના સ્ટ્રેન પછી બ્રાઝિલ અને આફ્રિકાના ભયાવહ કોરોના સ્ટ્રેને ભારતમાં પણ દેખા દીધી હોવાથી ચિંતાનું વાતાવરણ છે. મહારાષ્ટ્ર અને કેરળમાં રોજના કોરોના કેસમાં 75 ટકા કોરોના દર્દીઓ સતત આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.