કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવી રહ્યાની આશંકા વ્યક્ત કરતી કેન્દ્ર સરકાર..

 

    તાજેતરમાં કેન્દ્ર સરકારે એવી શંકા વ્યક્ત કરી છે કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાની સંભાવના દેખાઈ રહી છે. આપણે સહુએ એ માટે સાવધાન રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી અગ્રવાલે જણાવ્યું હતું કે, આપણે જયારે ત્રીજી લહેર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેને હવામાનની અપડેટ તરીકે જોઈએ છીએ, એ ખોટું છે. આપણે કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા અને તેનાથી સંબંધિત આપણી જવાબદારીઓને સમજી રહ્યા નથી. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત કેટલાક રાજ્યો એવા છે કે જયાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયા બાદ સ્થિરતાની સ્થિતિ આવી છે. આવી સ્થિતિમાં રાજ્યોએ સાવધાની રાખવાની જરૂરત છે. તેમણે જણાવ્યું  હતું કે, અમે દેશના 11 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો મોકલી દીધી છે. જેથી તેઓ કોરોના મેનેજમેન્ટમાં રાજ્યોને મદદ કરી શકે. પૂર્વોત્તર રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરલ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ ટીમો રવાના કરવામાં આવી છે, જયાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને ગત મંગળવારે ઉત્તર- પૂર્વી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી