
નવી દિલ્હીઃ સીમા પર પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘન પર જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ કહ્યું આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવા સમયમાં જયારે પૂરી દુનિયા અને ભારત આ મહામારીના ખતરાની સામે ઝઝૂમી રહેલ છે ત્યારે પાકિસ્તાન આપણા માટે સતત મુસીબતો વધારી રહ્યા છે. આપણે આપણા નાગરિકો નહિ પણ પુરી દુનિયામાં મેડિકલ ટીમ અને દવાઓ મોકલી મદદ કરી રહ્યા છીએ ત્યારે બીજી બાજુ પાકિસ્તાન ફકત આતંકનું નિર્માણ કરે છે