કોરોના વેક્સિનના સમાચાર વચ્ચે જર્મનીમાં ૧૪ ફેબ્રુઆરી સુધી લોકડાઉન

 

જર્મનીઃ કોરોના સામે રસીકરણ વચ્ચે જર્મનીનું લોકડાઉન ૧૪ ફેબ્રુઆરી સુધી વધારવામાં આવશે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું કે રાજ્યો સાથેની બેઠક બાદ અમે દેશમાં વધુ સાવચેતી રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ ૩૧ જાન્યુઆરી સુધી લોકડાઉન હેઠળ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા, હવે તે વધારવામાં આવી રહ્યું છે.

બ્રિટનમાં સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૬૧૦ મૃત્યુ નોંધાયા છે. યુકેમાં એક દિવસમાં કોરોનાને લીધે થયેલા મોતની આ સૌથી વધુ સંખ્યા છે. આ પહેલા ૧૩ જાન્યુઆરીએ ૧૫૬૪નાં મોત નોંધાયા હતા. યુકેના આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગે આ માહિતી આપી હતી. સરકારી માહિતી અનુસાર યુકેમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૯૧,૪૭૦ લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રિટન રોગચાળાને કારણે મૃત્યુ પામનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. મર્કેલે કહ્યું કે દેશમાં નવા કોરોનાના નવા કેસોનો દર સતત ઘટાડો થઈ રહ્યો છે. આ આપણા માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે અહીંના કોરોનાના બ્રિટીશ વેરિએન્ટના કેસો હજી સ્પષ્ટ નથી, પરંતુ તેના ફેલાવાનું જોખમ સતત રહે છે. જર્મનીમાં અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ કોરોના કેસ મળી આવ્યા છે અને ૪૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here