કોરોના વેકસીન બનાવનારી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું: આખી દુનિયાના લોકોને વેકસીન આપવામાં 2થી 3 વરસનો સમય લાગશે.. 

 

 ગત મંગળવાર 18મેના ઉપરોક્ત કંપનીએ  જાહેર કરેલા એક બયાનમાં કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ ભારત અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો  હતો. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશોમાં એક આપણો દેશ ભારત છે. આપણા દેશની આ તમામ વસ્તીને વેકસીન ( રસીકરણ) આપવાનું અભિયાન 2- 3 મહિનામાં પૂરું થાય એ સંભવ નથી. એમાં અનેક પડકારો છે. 

          દરમિયાન દેશમાં કોરોના સંક્રમંણની બીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન : છેલ્લા 24 કલાકમાં કુલ 2.63 લાખ નવા કેસ સામે આવ્યા, છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 4.22 લાખ લોકો કોરોનામુકત- સાજા થયા. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 4, 334 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2.52 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા અને અત્યાર સુધીમાં 2.15 કરોડ લોકો કોરોનામુકત- સાજા થયા હતા.