કોરોના વેકસીનની યોજના અને તૈયારીઓની સમીક્ષા કરવા વડાપ્રદાન નરેન્દ્ર મોદી બેઠકનું આયોજન કર્યું … 

 

     ભારતમાં કેટલીક અગ્રેસર ફાર્માસ્યુટિકલ કંપનીઓ મહિનાઓથી કોરોનાની વેકસીન માટે સંશોધન – કામગીરી હાથ ધરી રહી છે. હાલમાં દેશમાં કુલ 3,34, 821 દર્દીઓ સાજાં થયા છે. રિકવરી રેટ વધીને  59. 07 થયોછે. કોરોના ની પ્રતિકારક રસી-વેકસીન તૈયાર થયા બાદ દેશની મોટાભાગની વસ્તીને રસી આપવા માટે કરવામાં આવતી તૈયારીઓ- ગોઠવણ બાબત બેઠકમાં ચર્ચા- સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાને એ બાબતને ભારપૂર્વક રજૂ કરતાં કહ્યું હતું કે, રસી સસ્તી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ અને દરેક વ્યક્તિને એ પ્રાપ્ત થવી જોઈએ. જોન્સન એન્ડ જોન્સન કોવિડ-19ની પ્રતિકારક રસી બનાવવાનું આયોજન ગંભીરતાથી કરી રહી છે. 2021 સુધીમાં એક અબજથી વધુ રસીનું ઉત્પાદન કરી શકાય  એવી નેમં રાખીને પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવાની કામગીરી પણ બજાવી રહી છે. ઉપરોક્ત કંપનીના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી પોલ સ્ટોફેલ્સના જણાવ્યા અનુસાર, રસીનું માનવ -પરીક્ષણ કરવાના  કાર્યક્રમને  નિયત સમય પહેલાં શરૂ કરવાનો  કંપનીએનિર્ણય લીધો છે. હવે રસીનું માનવ- પરીક્ષણ જુલાઈ મહિનાના મધ્યભાગમાં શરૂ કરવામાં આવશે. આ પરીક્ષણ  પહેલાં સપ્ટેમ્બર મહિનામાં આરંભ કરવાનું આયોજન હતું. તેમણે જણાવ્યું હતું કે, કંપની પોતાની નિર્માણ- ક્ષમતા વધારવા માટે બે મોરચા પર કામગીરી કરી રહી છે. લોકોને સસ્તાભાવે રસી ઉપલબ્ધ કરાવવામાટે અમે કટિબધ્ધ છીએ.