કોરોના વાયરસનો ભય આખી દુનિયામાં ફેલાઈ ગયો છેઃ અમેરિકામાં વસતા લોકો પણ જીવન જરૂરિયાતની ચીજ- વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે…

0
1435

 

  કોરોના વાયરસે ચીનમાં હજરો લોકોનો જીવનનો ભાગ લઈ લીધો છે. હજારો લોકો કોરોનાના સકંજામાં  સપડાયા છે. દુનિચાના મોટા અને મહત્વના દરેક દેશમાં અમેરિકાથી માંડીને ભારત સુધી કોરોના વાયરસનું સંક્રમણ થયું છે. લોકો પાસે રોગના લક્ષણો અને સારવારની પૂરતી માહિતી નથી. રોગનો પ્રતિકાર કરવા શું શું પગલાં લેવા તેની લોકોને ખબર નથી.  કાલે શું થશે એની ચિંતામાં છે. અમેરિકામાં પણ લોકો ચીજ- વસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. એક સમાચાર સંસ્થા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લોકો ખાણી-પીણીની ચીજ- વસતુઓ , નાસ્તાના પેકેટો , દૂધનો પાવડર વગેરે ખરીદીને ઘરમાં સંગ્રહી રહ્યા છે.