કોરોના વાયરસને કારણે ભારતમાં ચિંતા પ્રસરી છે.. આ વાયરસ ચીનથી આવ્યો છે. ચીનમાં પ્રસરેલો આ વાયરસ ભારતમાં ના પ્રવેશી જાય એ માટે સખત ઈંતજામ કરવામાં આવી રહ્યો છે…

0
1154

 

          એસઆરએસ જેવા કોરોના વાયરસને લીધે અત્યાર સુધીમાં ચીનમાં 300 લોકો  એના સકંજામાં આવી ગયા છે. આશરે કુલ 6 જણાના આ વાયરસને કારણે મૃત્યુ થયા હોવાનું ચીનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું. ચીનનું બુહાન શહેર આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. ભારતના ત્રણ મોટા શહેરો  કોલકાતા, મુંબઈ અને દિલ્હીના એરપોર્ટ પર બુહાનથી આવનારા વિમાની પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે. તેમને પહેલા પ્રી- ઈમિગ્રેશન કાઉન્ટર પર લઈ જવામાં આવશે, ત્યાં થર્મલ કેમેરાઓથી તેમની તપાસ કરવામાં આવશે. ચીનનો પ્રવાસ કરનારી મહિલા યાત્રી પ્રીતિ મહેશ્વરી ( ઉંમર 45 વર્ષ) આ વાયરસનો ભોગ બની હોવાનું અધિકૃત માહિતી સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here