કોરોના વાયરસના સંક્રમણ અને તેની નાબૂદી માટે બ્રિટનના સંશોધકોએ કરેલો દાવો ..

0
716

 

                   તાજેતરમાં કોવિદ-19ના સંક્રમણને રોકવા માટે રચવામાં આવેલી બ્રિટિશ સરકારની સલાહકાર સમિતિના સિનિયર વૈજ્ઞાનિકોએ એવી સંભાવના રજૂ કરી હતી કે, આ વિશ્વમાંથી કોરોના વાયરસને કયારે નાબૂદ કરી શકાશે નહિ. તે વાયરસ માનવ જાતિની સાથે હંમેશા રહેશે. હા, તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, વેકસીન અસ્તિત્વમાં આવ્યા બાદ હાલની સ્થિતિને થોડીક વધુ સારી બનાવી શકાશે. બ્રિટિશ સરકારના સાયન્ટિફિક એડવાઈઝરી  ગ્રુપ ઓફ ઈમરજન્સીના એકસભ્ય જોન એડમન્ડે સાંસદોને જણાવ્યું હતું કે, આ વાયરસ સદાને માટે દુનિયામાંથી ખતમ થઈ જાય એવી શક્યતા નથી જણાતી. આ શિયાળાના અંત સુધીમાં અમે કોરોના વાયરસની કોઈ રસી જરૂર બનાવી લઈશું. જેના કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં મદદ થશે. યુરોપના અન્ય રાષ્ટ્રોની જેમ હવે બ્રિટનમાં પણ કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. બ્રિટનમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં 20મી ઓકટોબરે બ્રિટનમાં કોરોના સંક્રમણના 21 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.