કોરોના વાયરસના  સંક્રમણના કેસ ઘટી રહ્યા છેઃ રાજ્યોમાં હવે લોકડાઉનમાં ઢીલ આપવાનું શરૂ થયું.. 

 

 દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, વગેરે રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, રાજ્યોમાં લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે તેને હટાવવાની કે હળવા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોના શહેરોમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જો પ્રતિબંધથી મુક્ત થવું હોય તો લોકોએ પણ શિસ્તબદ્ધ રીતે નિયમનું પાલન કરીને વર્તવું પડશે. નિયમોનું સાવધાનીથી પાલન કરવામાં આવશે તો આગામી ત્રીજી લહેરથી  લોકો હિંમતથી તેમજ આયોજનપૂર્વક સામનો કરવાનું શીખી જશે. માસ્ક પહેરવાનું તેમજ સોશ્યલ ડિસ્ટનસ જાળવવાનું ચાલુ જ રાખવું જોઈએ. હજી ભારતના અનેક લોકોને વેકસીન મળી નથી. વળી વેકસીન લઈ લેનારા લોકોએ બહાર સાર્વજનિક રીતે ફરવાની જરૂર નથી. લોકડાઉન ખુલ્યુ કે તરત હિલ સ્ટેશન કે જાહેરસ્થળમાં ફરવું હિતાવહ નથી, લોકોએ પોતાનો ઉત્સાહ કાબૂમાં રાખવો પડશે.