કોરોના વાયરસના વિશ્વમાં પ્રસાર માટે કયા કારણો જવાબદાર છે એ જાણવા માટે ચીન અને who સામે સ્વતંત્ર તપાસ કરવામાં આવશે…

 

    વિશ્વમાં જે રીતે કોરોના વાયરસનો પ્રસાર થયો તેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન-  who અને ચીનની  કામગીરી અને ભૂમિકા અંગે સ્વતંત્ર તપાસ યોજવાની દુનિયાના અનેક દેશો માગણી કરી રહ્યા હતા. તેમાં અમેરિકા અગ્રેસર હતું. અમેરિકાના પ્રમુથ ડોનાલ્ડ ટ્રમ્પ તો વારંવાર એ વાત દોહરાવી રહ્યા છેકે કોરોનાનોઉદભવ ચીનના વુહાન શહેરની લેબોરેટરીમાં થયો હતો. ચીને વિશ્વને અંધારામાં રાખ્યું હતું. દુનિયાથી સાચી હકીકત છુપાવી હતી. કોરોનાનો આખા વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર થવાનું કારણ ચીની લાપરવાહી છે અને who દ્વારા સમયસર યોગ્ય નિર્ણયો ના લેવામાં આવ્યા અને ચીનની તરફદારીનો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આથી ચીન અને who સામે સ્વતંત્ર તપાસ યોજવાની માગણી કરતો પ્રસ્તાવ યુરોપિયન દેશો તેમજ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવ્યો હતો. હવે વિશ્વના 62 દેશો, યુરોપના દેશો અને એસ્ટ્રેલિયાની સાથે સહમત થઈને ભારતે પણ પ્રસ્તાવ પર સહી કરી હતી. ચારેબાજુથી દબાણ થવાને કારણે who અને ચીને પણ એનો સ્વીકાર કરીને સંમતિ દર્શાવી હતી. હવે એ અંગેની કાર્યવાહી કેટલી આગળ વધે છે, કે પરિસ્થિતિ કેવો વળાંક લે છે તે તો આવનાર સમય જ દર્શાવશે