કોરોના વાઈરસ : ચીનમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 132 જેટલી થઈ, વુહાનમાં વસતા આશરે 500 જેટલા ભારતીયો સુરક્ષિત છે- 

 ભારત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વુહાનમાં વસેલા 50 ભારતીયોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. તેમને નજીકના સમયમાં જ એરલિફટ કરવામાં આવશે.  પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, કયા કયા દેશમાં કેટલા કેસ (કોરોના વાયરસને સંબંધિત) થયા તેની જાણકારી આ મુજબ છેઃ 

 કેનેડા 1, અમેરિકા -5, ફ્રાન્સઃ 4, જર્મની -1, ચીન- 6,000થી વધુ , કોરિયા- 4, નેપાળ-1, વિયેતનામ- 2, આઈવરી કોસ્ટ-1, શ્રીલંકા- 1, થાઈલેન્ડ- 8, મકાઉ- 7, સિંગાપોર- 5,…કોરોના વાયરસને લીધે ચીનના હુબેઈ રાજ્યમાં 25 લોકોનાં મોત થયાં છે.

 પંજાબ અને હરિયાણાના પ્રધાનોનાં કહ્યા મુજબ, રાજ્યોમાં કોરોના વાયરસના 16 શંકાસ્પદ કિસ્સાઓ જાણવા મળ્યા હતા

 ચીનના આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસોમાં જ પરિસ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા વુહાનથી લોકોને એરલિફટ કરવા માટે 31 જાન્યુઆરીએ વિમાનો મોકલે એવી શક્યતા છે. લોકોને એરલિફટ કરવા માટે વિમાનો સંપૂર્ણ પણે તૈયાર છે. 

 વાયરસના ખતરાને કારણે  કોરોના વાયરસને કારણે આમ જનતામાં એટલો ભય અને દહેશત ફેલાઈ ગઈ છેકે, વિવિધ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સો દ્વારા ચીનની વિમાની સેવાઓ ઘટાડી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચીનમાં પરિસ્થતિ વધુ ભયાનક બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થવાનો છે. થાઈલેન્ડ, નેપાળ, સિંગાપોર, સાઉથ કોરિયા, તાઈવાન અને વિયેટનામ જેવા દેશોમાં વાયરસે હાહાકાર મચાવી દીધો છે. તમામ દેશોના વિમાની મથકે ચીનથી પોતાના વતનમાં પાછા ફરનારા નાગરિકોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. 2003-2004માં પણ ચીન અને હોંગકોંગમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. તે સમયે આશરે 600 લોકોના મૃત્યુ થયાં હતાં. વુહાનથી ભારતીય નાગરિકોને ભારત ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બિજિંગથી પરવાનગી મેળવ્યા બાદ  બોઈંગ વિમાન 747 મુંબઈથી રવાના થઈ વુહાન જશે અને ચીનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે.