કોરોના વાઇરસનું સ્વરૂપ સમયાંતરે બદલાતું જોવા મળી રહ્યું છે

 

સુરતઃ ચેમ્બર દ્વારા આયોજિત વેબીનારને સંબોધતા જાણીતા પલમેનોલોજીસ્ટ ડો. સમીર ગામીએ કોરોના વાઇરસ વિશેની બેઝિક માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાઈનાના એનિમલ માર્કેટ અથવા વુહાનની વાયરોલોજી લેબમાંથી કોરોના વાઇરસ ફલાયો હોવાનું માનવામાં આવે છે. કોરોના વાઇરસ નવો નથી અત્યારે નોવેલ કોરોના વાઇરસ દેખાય છે. કોરોના વાઇરસ એ સમયાંતરે તેનું સ્વરૂપ બદલાતો હોય છે. 

કોરોનાના મુખ્યત્વે લક્ષણોમાં તાવ, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે દેખાઈ આવે છે. ત્યારબાદ હવે શરીરનો દુખાવો તથા સ્મેલ અનુભવાય નહીં એવા લક્ષણો પણ દેખાઈ રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના ટેસ્ટ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ધન્વંતરી રથની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રથ ઝોન વાઈઝ આખા શહેરમાં કોરોનાના ટેસ્ટ કરે છ અને જેને પણ કોરોનાના લક્ષણો દેખાય છે તેઓને સંક્રમણની ટકાવારી પ્રમાણે હોમ કોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરે છ. કોરોના દર્દીને ફફસામાં સંક્રમણ વધી ગયું હોય અને તેની હાલત વધુ બગડી ગઈ હોય ત્યારે ટોસીલીઝુમાબ અને રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીને તબીબની સલાહ પ્રમાણે આપવામાં આવે છે. આ એક પ્રકારની કેમોથેરાપી છે. આ બંને ઇન્જેક્શનો કોઈ રામબાણ ઈલાજ નથી એટલે તેનો સંગ્રહ નહીં કરવા તેમણે લોકોને અપીલ પણ કરી હતી.

ડો. કરણ શાહે પ્લાઝ્મા થેરાપી વિશે મહત્ત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્લાઝ્મા થેરાપી દર્દીને આપવામાં આવે છે, જેથી કરીને તેના શરીરમાં કોરોના રોગને આવતા અટકાવી શકાય. પરંતુ આ થેરાપી આપ્યા બાદ દર્દીની રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થશે નહીં. એકવાર કોરોનાની રસી માર્કેટમાં આવ્યા બાદ આ રસીના ઉપયોગથી જ દર્દીની રોગપ્રતિકારક શક્તિ ફરીથી ડેવલપ કરી શકાય છે. 

પ્લાઝ્મા થેરાપી દર્દીને સમયસર આપીએ તો તેની સારવાર કારગત નીવડ છે. જો દર્દીને ફેફસામાં ઇન્ફેક્શન વધી ગયું હોય તો તેને પ્લાઝ્મા થેરાપી ઉપયોગી થઇ શકે નહીં. 

ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, કોરોના છે અને તેનાથી બચવા માટે સાવચેતી જ એકમાત્ર વિકલ્પ છે. લોકોએ કોરોના સંક્રમણથી બચવા માટે થ્રી લેયર માસ્ક પહેરવા જોઈએ. વારંવાર હાથને સાબુથી ધોવા જોઈએ અને અન્ય લોકોથી એક મીટર જેટલું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. તેમણે કહ્યું કે, લોકોમાં એક પ્રકારનો કોરન્ટાઇન ફોબિયા ફલાયો છે. સુરત મહાનગરપાલિકા લોકોને કોરોનાથી બચાવવા માટે જ એન્ટીજન ટેસ્ટીંગ કરાવી રહ્યું છે. તેમના ટેસ્ટ કરાશે તો તેમને તથા તેમના પરિવારજનોને કોરોનાથી બચાવી શકાશે. આથી તેમણે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા માટ અપીલ પણ કરી હતી