કોરોના વાઇરસઃ ભારતને ૨.૯ મિલિયન ડોલરની આર્થિક મદદ કરશે અમેરિકા 

 

વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારત સહિત કોરોના વાઇરસ સામે લડી રહેલા ૬૪ દેશોને ૨૭૪ મિલિયન અમેરિકી ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ આર્થિક મદદમાં અમેરિકા ભારતને ૨૯ લાખ અમેરિકી ડોલરની મદદ કરશે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસથી આ સમયે અમેરિકા સહિત ૬૪ દેશો એવા છે, જે હાઈ રિસ્ક પર છે. 

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતને ૨.૯ મિલિયન યુએસ ડોલરની મદદની જાહેરાત કરતા જણાવ્યું કે, આ પૈસાથી ભારત સરકાર લેબોરેટરી સિસ્ટમ, એક્ટિવેટ કેસને શોધવા, દેખરેખ અને ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ સંબંધી તૈયારીઓ વગેરેને પહોંચી વળવાના કામમાં ઉપયોગ કરશે.