કોરોના મામલે વળતર માગનારા દિવસે સપના જોઇ રહ્યા છે : ચીન

 

 

બૈજિંગઃ કોરોનાવાઇરસ બાબતે આખી દુનિયા ચીનની ટીકા કરી રહી છે અને તેના પર જાતજાતના આરોપ મુકવામાં આવી રહ્યા છે, ત્યારે ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ રવિવારે કહ્યું હતું કે કોવિડ-૧૯ મામલે ચીન સામે દાખલ કરવામાં આવેલા કેસ કાયદો અથવા આંતરરાષ્ટ્રીય પ્રાધાન્યમાં શૂન્ય હકીકતો આધારિત છે.

વોંગે એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે ચીન પણ અન્ય દેશોની જેમ વૈશ્વિક રોગચાળાનું શિકાર બન્યું છે અને અન્ય જરૂરિયાતમંદ સરકારોની તેણે મદદ કરી છે. તથ્યોથી અજાણ કેટલાક અમેરિકન નેતાઓએ ઘણું ખોટું બોલ્યા છે અને ઘણાં કાવતરા રચ્યા છે. આ પ્રકારના કેસ આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનની કસોટીએ ખરા નહિ ઉતરે અને જે લોકો ચીન વિરુદ્ધ આવા કેસ લાવશે તેઓ દિવસે સપના જોઇને ખુદને અપમાનિત કરી રહ્યા છે.