કોરોના માટે ગુજરાતમાં નવી નીતિ અમલમાં આવી ગઈઃ ડો. જયંતિ રવિ

 

ગાંધીનગરઃ કોરોના પોઝિટિવ કેસોના ડીસ્ચાર્જ સંદર્ભે કેન્દ્ર સરકારે નવી પોલિસી જાહેર કરી છે તેમાં નેશનલ ટાસ્કફોર્સ દ્વારા કેન્દ્ર સરકારના જાહેર આરોગ્યના તજજ્ઞો મેડિસિનના તજજ્ઞો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા થયેલા સંશોધનોના આધારે આ પોલિસીમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હવેથી કોરોનાના ઓછા લક્ષણો હોય તેવા દર્દીઓને સારવાર બાદ રજા આપવાની નવી નીતિ અમલમા આવી ગઈ છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના એસિમ્પ્ટોમેટિક કે ખૂબજ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ કેસોને ત્રણ કેટેગરીના આધારે ડિસ્ચાર્જ આપવાની નવી પોલિસી જાહેર કરાઈ છે તેમાં સૌપ્રથમ ઓછા લક્ષણો એટલે કે વેરીમાઈલ્ડ કે જેમાં ઝીણો તાવ હોય, કોઈ લક્ષણ ન હોય એટલે પ્રીસીમ્ટોમેટિક હોય તેવા પોઝિટિવ દર્દીઓ કે તેમને જે દિવસે સીમ્ટમ દેખાયા હોય અને ટેસ્ટિંગ થયું હોય તે દિવસથી ૧૦ દિવસ સુધીમાં કોઈ સીમ્ટમ ન દેખાયા તો તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. આવા દર્દીઓને ત્રણ દિવસ સુધી તાવ કે કોઈપણ જાતના સિમ્ટમ ન હોવા જોઈએ, આવા દર્દીઓને ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટની જરૂર રહેશે નહીં.

તેમણે કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસના દર્દી કે જે મોડરેટ એટલે કે તેમને બિલકુલ તાવ નથી એ સંદર્ભે કેન્દ્ર સરકારે કહ્યું છે કે સૌથી પહેલા આ લોકોની ક્લિનિકલી તપાસ કરવી અને તાવ નોર્મલ હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડતી હોય, બાહ્ય રીતે ઓક્સિજન આપ્યો હોય એ કાઢ્યા પછી ત્રણ દિવસ સુધી નોર્મલ તાવ અને રૂટ એર પર શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન પડતી હોય તેઓને દસ દિવસ બાદ ડિસ્ચાર્જ આપવાનું રહેશે. અન્ય પોઝિટિવ કેસો કે જેઓ સિવિયર હોય એટલે કે વેન્ટિલેટર પર હોય, નોર્મલ તાવ હોય ઉપરાંત કેન્સર, એચ.આઈ.વી. કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને માત્ર એક જ વખત ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટ કરીને ડીસ્ચાર્જ કરાશે. આ તમામ લોકોએ ડિસ્ચાર્જ બાદ સાત દિવસ ફરજિયાત ઘરમાં આઈસોલેશનમાં રહેવાનું રહેશે.