કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં પરિસ્થિતિ બગડી રહી છે.. લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે..

 

WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ફરીવાર ચેતવણી આપી છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમણ  કેસમાં 11 ટકાનો વધારો થયો છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બે લાખથી વધારે કોરોના કેસ નોંધાયા છે. અમેરિકામાં પણ કોરોનાએ પાયમાલી શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 4, 41, 278 નવા કેસ સામે આવ્યાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના સાપ્તાહિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, 20 થી 26 ડિસેમ્બર ના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં લગભગ 50 લાખ જેટલા નવા કોરોના કેસ નોંધાયા છે. અડધાથી વધુ આશરે 28 લાખ જેટલા કેસ યુરોપમાં નોંધાયા હતા. અમેરિકામાં પણ એક સપ્તાહ દરિમયાન કોરોનાના નવા કેસમાં 34 ટકાનો ઉમેરો થયો હતો. જયારે આફ્રિકામાં કોરોનાના નવા કેસમાં સાત ટકાનો વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં એમિક્રોન વેરિયેન્ટનો ખતરો ઊભો થયો છે. અહીં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સિડની અને ન્યુ સાઉથ વેલ્સમાં સૌથી વધુ 11, 000 કેસ  નોંધાયા હતા.