કોરોના મહામારીથી આખું વિશ્વ અને રોજગાર પ્રભાવિત થયાં છે. કુવૈતમાં નોકરી કરનારા લાખો ભારતીયોની નોકરી સંકટમાં છે..

Reuters

 

 

       વિશ્વભરના દેશોમાં કોરોનાનો નોકરી અને ધંધા- રોજગાર પર વિપરીત પ્રભાવ પડ્યો છે. મોટાભાગના લોકોની નોકરી સંકટમાં છે. અનેક લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે. જેને કારણે કુવૈતમાં રહેનારા લાખો ભારતીયોની નોકરીઓ પર પણ સંકટના વાદળો ઝઝૂમી રહ્યા છે. ભારતીયો પાસે નોકરીઓ નથી રહી, તેમની બચત ખતમ થઈ રહી છે. ખાડીના દેશોમાં આશરે 44 લાખ પ્રવાસી  ભારતીયો નોકરી કરે છે. જેમાં દસ લાખથી વધુ ભારતીયો કુવૈતમાં નોકરી કરી રહયા છે. હવે કુવૈતની  સરકાર પ્રવાસીઓ માટે નવો કાયદો લાવવાનો વિચાર કરી રહી છે. જેને કારણે આશરે આઠેક લાખ ભારતીયોને એમની નોકરી ગુમાવવી પડશે એમ માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજરમાં હાલ કાચામાલની નિકાસ ઓછી થઈ જાય છે. પરસ્પર આદાન- પ્રદાનનું વાતાવરણ પણ બદલાયું હોવાથી ભવિષ્યનું કશું આયોજન વિચારવામાં આવતું નથી.  કોરોનાને કારણે  વિ્દેશોમાં કામ કરનારા મોટાભાગના પ્રવાસી ભારતીયો મુશ્કેલીમાં મૂકાયા છે.