કોરોના મહામારીઃ આ ડેલ્ટા વેરિયન્ટ એટલે શું ?

ભારતમાં કોરોનાની બીજી લહેરનું આગમન થયું તે ડેલ્ટા વેરિયન્ટ જ હતો. (બી.1. 617.2 ) . આ વેરિયન્ટ સૌપ્રથમ ભારતમાં જ જોવા મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન( WHO)દ્વારા આ નવા વેરિયન્ટને ડેલ્ટા વેરિયન્ટ એવું નામ આપવામાં આવ્યું હતું. આ વેરિયન્ટ હાલમાં વિશ્વના 53થી વધુ દેશોમાં જોવા મળ્યો છે. કોરોના મહામારીનું બદલાતું સ્વરૂપ  બધા માટે મોટી ચિંતાનું કારણ બની રહ્યું છે. ડેેલ્ટા વેરિયન્ટમાં ફેરફાર થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં પહેલીવાર નવા વેરિયન્ટના 7 કેસ સામે આવ્યા છે. પહેલીવાર નવો  વેરિયન્ટ માત્ર ભારતમાં જ નહિ, દુનિયાના અન્ય કેટલાક દેશોમાં પણ જોવા મળ્યાના અહેવાલ છે. વિજ્ઞાનીઓ એને ડેલ્ટા- પ્લસ વેરિયન્ટ તરીકે ઓળખાવી રહ્યા છે . નિષ્ણાતો ચેતવણી આપી રહયા છે કે જો સાવચેતી રાખવામાં નહિ આવે તો આગામી બે-ત્રણ સપ્તાહમાં જ મહારાષ્ટ્માં કોરોના મહામારીની ત્રીજી લહેરનું આગમન થઈ શકે છે.