કોરોના પોઝિટિવ મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.. તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે..તેઓ અને તેમના પરિવારના સભ્યો શીધ્ર સ્વસ્થ થઈ જશે એવું હોસ્પિટલના આધારભૂત સૂત્રોનું માનવું છે. ……..

Actor Amitabh Bachchan. (File Photo: IANS)

 

           મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના લાખો પ્રશંસકો, ચાહકો અને શુભેચ્છકો તેમનાી શીઘ્ર સ્વસ્થતા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે., શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અમિતજી હોસ્પિટલમાં હોવા છતાં સોશ્યલ મિડિયામાં એકટિવ છે. સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની અને અભિષેકની તબિયત સ્થિર છે. બન્નેને હજી બુધવાર સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે એવી સંભાવના છે. હોસ્પિટલના ક્રિટિકલ કેરના વડા ડો. અબ્દુલ અન્સારીએ એમના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાંચમા દિવસે અમિતાભમાં કોવિદ-19ના લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીઓ પર કોરોનાની અસર 10 કે 12 દિવસ વધુ સ્પષ્ટ થાય છે. 10 કે 12 દિવસે કોરોનાના વધુ લક્ષણો જોવા મળે એવું દરેક દર્દીની બાબતમાં બનતું નથી. કેટલાક દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળતા હોય છે. અમિતજી અને અ્ભિષેકનો રિપોર્ટ 11 જુલાઈના પોઝિટિવ આવ્યો હતો. 12 જુલાઈના ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા અને આરાધ્યાની પણ નાણાવટી હોસ્પિટલમાં  સારવાર ચાલી રહી છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચનના બંગલા સિલ કરી દેવામાં આવ્યા હતા.