કોરોના ! તારા જુલમનો પાર નથીઃ દિલ્હીમાં મૃતદેહોને રાખવાની જગા નથી…

 

   કોરોનાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ કોરોનાએ માનવ જીવનમાં બેસુમાર તબાહી મચાવી દીધી છે. કોરોનાની સામે લડવા અને એનો સામનો કરવા તેમજ સુરક્ષિત રહેવાના સાધનો પણ પૂરતા  ઉપલબ્ધ નથી. કોરોનાનો ભોગ બનેલા દર્દીઓનો આંકડો દિન- પ્રતિદિન વધતો જાય છે. દિલ્હીમાં લોકનાયક હોસ્પિટલ એ કોવિદ-19 માટેની મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલના મડદાઘરમાં – કોલ્ડ સ્ટોરેજમાં હવે મૃતદેહને રાખવાની જગા પણ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મડદાઘરમાં મૃતદેહને એક પછી એક એમ થપ્પી કરીને રખાઈ રહ્યા છે. હોસ્પિટલના મડદાઘરના 80 જેટલા રેક મૃતદેહોથી ભરાઈ ગયાં છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગત મંગળવારે દિલ્હીમાં નિગમબોધ ઘાટ અને સીએનજીના સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ- સંકાર માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ નહોતી. સ્મશાનગૃહમાંથી આઠ મૃતદેહોને પરત મોકલવામાં આવ્યા હતા. એ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે વધુ મૃતદેહના અંતિમ -સંસ્કાર કરવા માટે સુવિધા ઉપલબ્ધ નથી. દિલ્હી શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 15,257 સુધી પહોંચી  ગઈ છે.