કોરોના કાળમાં ૮૦ ટકા લોકો મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરીથી સંતુષ્ઠઃ IIM

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરીથી ૮૦ ટકા લોકો ખુશ છે. ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર્યનિષ્ઠા અને કાર્યક્ષમતા પર વધુ એક ફોર લાગી છે. ગુજરાતમાં કોવિડ-૧૯ની સારવાર અને સ્થિતિ શું છે તે બાબતે ત્ત્પ્ના પ્રોફેસર રંજન કુમાર ઘોષ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં કોવિડ-૧૯ની મહામારી દરમિયાન મુખ્યમંત્રીના નેતૃત્વ પ્રત્યે ૮૦ ટકાથી વધુ લોકોને સંતોષ હોવાનું તારણ બહાર આવ્યું છે. અહેવાલમાં સાર્વજનિક સ્વાસ્થ્ય, કાયદો અને વ્યવસ્થા, વહીવટીતંત્ર સાથે વિવિધ હિતધારકોનો અનુભવ, પ્રવાસી શ્રમિક અને અન્ન પુરવઠો જેવી વ્યવસ્થા સરાહનીય હોવાનું જણાવાયું છે. અહેવાલમાં રાજય અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે સરકારે કોવિડ-૧૯ હોસ્પિટલ મારફત ૨૨૦ બેડ ઉપરાંત સરકારી અને ખાનગી ભાગીદારી મોડલથી દર્દીઓ માટે બેડ ઉભા કરવામાં મદદ મળી છે. કોરોનાને ફેલાતો અટકાવવામાં ધન્વંતરી રથ મારફત આરોગ્ય ચકાસણી માટે મહત્ત્વની બની. 

વહીવટીતંત્ર સાથે વિવિધ હિતધારકોએ મુખ્યમંત્રી ડેશબોર્ડનો અસરકારક ઉપયોગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, દર્દીઓની સારવાર માટેની સુદઢ વ્યવસ્થાએ પણ કોરોનાને ગુજરાતમાં કાબુમાં રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. IIM બહાર પાડેલા સર્વેક્ષણમાં કાયદો વ્યવસ્થા અને લોકડાઉન દરમિયાન પોલિસફોર્સની કામગીરીના પણ વખાણ કર્યા છે. ઉપરાંત સરકારે પ્રવાસી શ્રમિકોને કરેલી મદદ અને તેના માટે ખાસ બસ અને ટ્રેનની સુવીધાને પ્રસંશનીય ગણાવી છે

રાજ્ય સરકારે જાહેર કરી અનલોક-૩ની ગાઇડલાઇન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્ત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રી કરફ્યુમાંથી  સંપૂર્ણપણે  મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો  ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે .કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર પાંચમી ઓગસ્ટથી ખોલી  શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી કૌશિક ભાઈ પટેલ, મંત્રી સૌરભ પટેલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકીમ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા. બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં પાંચ ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કરફ્યુને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here