
મોસ્કોઃ રશિયા-યુક્રેન સરહદે વધતા તણાવથી વિશ્વ યુદ્ધની આશંકા પ્રબળ બની છે. જાણકારોએ ચેતવણી આપી છે કે જો હાલાત ન સુધબશ્હ તો એક મહિનાની અંદર દુનિયાએ કોરોના સંક્ટ વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરવો પડી શકે છે. રશિયાએ હાલમાં જ વિવાદિત સરહદે પોતાના ૪૦૦૦ સૈનિકો મોકલ્યા છે. રશિયાની સેનાની આ મોટી મૂવમેન્ટથી જ્યાં યુરોપ હાઈ અલર્ટ પર છે ત્યાં વિશ્વ યુદ્ધનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. વેબસાઈટ WION છપાયેલા અહેવાલ મુજબ સ્વતંત્ર રશિયા સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલગેનહરનું કહેવું છે કે જે પ્રકારના હાલત છે તે જોતા એ કહેવું ખોટું નહીં હોય કે આગામી કેટલાક અઠવાડિયામાં યુરોપીયન કે વિશ્વ યુદ્ધ જેવું મોટું જોખમ સામે આવવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે જોખમ વધી રહ્યું છે અને ઝડપથી વધી રહ્યું છે. મીડિયામાં ભલે આ અંગે વધુ વાત ન થાય પરંતુ અમને ખુબ જ ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે.
પાવેલ ફેલગેનહરે કહ્યું કે આ વિવાદ ફક્ત બે દેશો સુધી જ સિમિત નહીં રહે. તેમાં યુરોપીયન કે વિશ્વ સ્તરે યુદ્ધનું સ્વરૂપ લેવાની પણ ક્ષમતા છે. ફેલગેનહરનું આ નિવેદન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના એ આદેશ બાદ આવ્યું છે જે હેઠળ તેમણે ટેન્ક અને અન્ય બખ્તરબંધ વાહનોની સાથે ૪૦૦૦ રશિયન સૈનિકોને વિવાદિત સરહદે મોકલ્યા છે. ગત અઠવાડિયે યુક્રેનના કમાન્ડર ઈન ચીફ રૂસલાન ખોમચે સંસદમાં કહ્યું હતું કે સોવિયેત સંઘ અમારા દેશ પ્રત્યે આક્રમક નીતિ ચાલુ રાખે છે. રશિયાએ ઓછામાં ઓછા લગભગ ૨૫ ટેક્ટિક ગ્રુપને બોર્ડર વિસ્તારમાં તૈનાત કર્યા છે. આ તમામ યુક્રેનની સરહદ પર પહેલેથી તૈનાત રશિયન સૈનિકો ઉપરાંત છે. જ્યારે રશિયાનું કહેવું છે કે તેમની સેનાની મૂવમેન્ટથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. તેઓ કોઈ યુદ્ધની તૈયારી કરતા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થાય તો તેના વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાના અનેક કારણ છે. સૌથી પહેલું તો એ કે રશિયા અને અમેરિકા કટ્ટર વિરોધી છે અને યુક્રેન અમેરિકાનું નીકટનું છે. જો રશિયા યુક્રેનને કોઈ નુકસાન પહોંચાડે તો અમેરિકા તેને સાથ આપશે અને એ જ રીતે અન્ય દેશ પણ જોડાતા જશે. હાલમાં જ અમેરિકાથી સૈન્ય હથિયારોથી લદાયેલું એક કાર્ગો શિપ યુક્રેન પહોંચ્યું હતું. જેના પર રશિયાએ આકરી આપત્તિ જતાવી હતી. અત્રે જણાવવાનું કે રશિયા પહેલેથી જ યુક્રેન અને અમેરિકામાં વધતી નીકટતાથી ચિડાયેલું છે.