કોરોના કાબૂમાંઃ નવા ૩૧૦૦૦ કેસ, ૪૧૨નાં મોત

 

નવી દિલ્હીઃ દેશમાં થોડાક દિવસોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને ૩૫ હજારથી ઓછા કોરોના કેસો સામે આવ્યા છે. ત્રણ દિવસમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે દેશમાં કુલ ૩૧,૬૨૩ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા જ્યારે ૩૭,૬૮૦ દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પરત ગયા છે, જ્યારે અત્યાર સુધી ૯૨,૫૨,૫૮૦ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આંકડો ૯૭ લાખને વટાવી ચૂક્યો છે જ્યારે ૩,૭૦,૭૮૬ એક્ટિવ કેસ છે. જેમાં પણ સતત ઘટાડો નોંધાયો છે અને હવે એક્ટિવ કેસોની સંખ્યા ૪ લાખથી પણ ઓછી રહી છે. તમામ રાજ્યોને મળીને કુલ ૧૫.૦૭ કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. 

દેશમાં કોરોના રિકવરી રેટમાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે અને હવે રિકવરી રેટ ૯૪.૭ ટકા છે એટલે કે ૧૦૦માંથી ૯૪.૭ લોકો સાજા થઈ રહ્યા છે તો ૧.૫ ટકા મૃત્યુદર છે. વૈશ્વિક કોરોના મહામારીની ચપેટમાંથી બહાર નિકળેલા સૌથી વધુ દર્દીઓ ભારતમાં છે એટલે કે રિકવરી રેટને મામલે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. જ્યારે અત્યાર સુધી નોંધાયેલા કોરોના કેસને મામલે બીજા અને મૃત્યુ મામલે ત્રીજા ક્રમે છે.

નવા આવેલા કેસોમાંથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૫૦૫૧ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં ૪૧૭૭, કેરલામાં ૪૬૪૭, કર્ણાટકમાં ૩૨૧૮, આંધ્રપ્રદેશમાં ૭૮૫, તમિલનાડુમાં ૧૩૧૫, ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨, પ. બંગાલમાં ૩૦૦૯, ઓડિસામાં ૪૪૨, રાજસ્થાનમાં ૨૫૭૭, તેલંગાનામાં ૮૦૫, છત્તીસગઢમાં ૧૧૪૬, હરિયાણામાં ૧૫૮૮, બિહારમાં ૭૩૫, ગુજરાતમાં ૧૫૫૦, મધ્ય પ્રદેશમાં ૧૩૨૩, આસામમાં ૧૭૮, પંજાબમાં ૫૩૦, જમ્મુ-કાશ્મીરમાં ૩૪૨, ઝારખંડમાં ૨૦૨, ઉત્તરાખંડમાં ૪૪૫, ગોવામાં ૧૩૨, હિમાચલ પ્રદેશમાં ૮૧૯, પોંડુચેરીમાં ૪૬ , મણિપુરમાં ૧૩૫, ચંડીગઢમાં ૧૪૭ અને મેઘાલયમાં ૧૬૯ કેસ નોંધાયા છે. તે સિવાય ૪૧૨ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સર્વાધિક મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૭૫ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. કર્ણાટકમાં ૨૦, આંધ્ર પ્રદેશમાં ૩, તમિલનાડુમાં ૧૪, કેરલામાં ૩૫, દિલ્હીમાં ૫૦, ઉ. પ્રદેશમાં ૨૦, પ. બંગાલમાં ૪૭, ઓડિસામાં ૫, રાજસ્થાનમાં ૧૭, તેલંગાનામાં ૨, છત્તીસગઢમાં ૧૩, હરિયાણામાં ૨૬, બિહારમાં ૩, ગુજરાતમાં ૧૩, મ. પ્રદેશમાં ૮, પંજાબમાં ૧૬, જમ્મુ-કાશ્મીરમાં ૬, ઉત્તરાખંડમાં ૧૩ લોકોનાં મોત થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here