કોરોના કાચીંડાની જેમ રંગ બદલે છે, દવા રસી શોધવાનું કામ મુશ્કેલ

أحد العاملين بالرعاية الصحية ينقل جثمان أحد المتوفين بمرض كوفيد-19 في بروكلين بمدينة نيويورك يوم الرابع من ابريل نيسان 2020. تصوير: اندرو كيلي - رويترز.

 

નવી દિલ્હીઃ એક તરફ કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે તો બીજી તરફ વાઇરસને લઈને જે વૈજ્ઞાનિક સંશોધનો સામે આવી રહ્યા છે તે આની વિરુદ્ધ છેડવામાં આવેલી લડાઈને વધુ પડકારજનક બનાવી રહેલ છે. એક નવા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. અત્યાર સુધી ૩૦ જેટલા ફેરફારો જોવા મળ્યા છે. આમાથી અનેક એકદમ નવા છે. આવતા દિવસોમાં જે વાઇરસની કાર્યપ્રણાલીમાં પણ બદલાવ લાવી શકે છે. આનાથી વાઇરસ વિરુદ્ધ બની રહેલી દવાઓ અને વેકસીનની સફળતા દર ઓછો થઈ શકે છે અથવા તો ઘટી શકે છે. ચીનના ઝીયાંગ યુનિ.એ પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે વુહાન બાદ કોરોનામાં મ્યુટેશનને કારણે તેના કેટલાક સ્ટેન ઘાતક બન્યા છે. ખાસ કરીને જે સ્ટેન તેના યુરોપમાં સક્રિય છે તે ઘાતક મ્યુટેશનને કારણે છે. યુરોપથી જ આ ઘાતક સ્ટેન ન્યુ યોર્ક પહોંચ્યા છે જ્યારે અમેરિકાના બાકીના ભાગોમાં ખાસ કરીને વોશિંગ્ટન રાજ્યમાં જે સ્ટેન મળી આવ્યા છે તે ઓછા ઘાતક છે. સંશોધનકારોનું કહેવુ છે કે વૈજ્ઞાનિકોએ પહેલા આ ફેરફારને ગંભીરતાથી લીધા નહોતા લીધા જેને કારણે કેસ અને મોતના મામલા વધ્યા છે. લી લંજુનની સલાહ પર જ વુહાનને લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો. 

એવું અનુમાન લગાવાયું છે કે સૌથી ઘાતક વાઇરસ સૌથી નબળા સ્ટેનથી ૨૭૦ ઘણો વધુ શક્તિશાળી છે. આ સંશોધનને સાયન્સ જનરલ મેડ રેકસીવએ પ્રકાશિત કરેલ છે. જેમાં સંશોધકોએ દાવો કર્યો છે કે મ્યુટેશનથી વાઇરસના વિવિધ સ્ટેનમાં ફેરફારો આવ્યા છે. કયાંક ઘાતક બન્યા છે તો કયાંક નબળા પડયા છે. એવામાં આવતા ૬ મહિનામાં જ્યાં સુધી દવા આવશે ત્યાં સુધી આ વાઇરસમાં અનેક ફેરફારો આવી ચૂકયા છે. દવા અને વેકસીન સમગ્ર વિશ્વમાં સમાનરૂપથી કોરોના વિરુદ્ધ કામ કરી નહિ શકે. મોટો પડકાર વૈજ્ઞાનિકો માટે દવા અને વેકસીન તૈયાર કરવાનો હશે. હાલ વિશ્વમાં ૭૦થી વધુ વેકસીન બનાવવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે અને આનાથી વધુ દવાના પ્રોજેકટ છે. સંશોધનમાં સ્પષ્ટ કરાયું છે કે કોવિડ-૧૯ વાઇરસના ૩ સ્ટેન એ,બી,સી સમગ્ર દુનિયામાં સક્રિય છે. આ બધામાં ફેરફારો આવી રહ્યા છે. 

ભારતમાં માર્ચમાં નમૂનાની તપાસમાં કોરોના વાઇરસમાં બે ફેરફારો નોંધાયા હતા. ચીનના નેશનલ સેન્ટર ફોર બાયોઈન્ફોર્મેશનના એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાઇરસના ૧૦૦૦૦ નમૂનાની તપાસ થઈ છે. જેમા ૪૩૦૦ મ્યુટેશન રેકોર્ડ કરવામાં આવ્યા છે