કોરોના અપડેટ : મહારાષ્ટ્રમાં રિકવર થનાર દર્દીઓનો આંકડો ૧૨ લાખ નજીક

 

 

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના લીધે આપણા દેશમાં પણ જોરદાર મહામારી સર્જાઈ છે જેનાં કારણે દેશની આર્થિક સ્થિતિ પણ કથળાઈ ગઈ છે. કોરોના વાઇરસનાં દિનપ્રતિદિન હજારોની સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે તથા કહી શકાય કે હજારો લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોરોનાને નિયંત્રિત કરવા માટે ડોક્ટરો ખડેપગે છે પરંતુ જેવી રીતે કેસો નોંધાઈ રહ્યા છે તે ચિંતાજનક છે. જો કે થોડાક પ્રમાણમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૭૮,૮૦૯ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે, જ્યારે તેની સરખામણીમાં ૮૩,૨૦૯ દર્દીઓ રિકવર થયા છે. તો બુધવારે ૯૬૩ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તે સિવાય મહારાષ્ટ્રમાં કુલ ૧૪,૮૦,૦૦૦ કેસોની સરખામણીએ રિકવર થનાર દર્દીઓની સંખ્યા ૧૧,૯૬,૦૦૦ છે જે ૧૨ લાખ વટાવી ચૂકવાની નજીક છે.

વિશ્વમાં સૌથી કોરોનાગ્રસ્ત દેશ અમેરિકા છે તો બીજા સ્થાને આપણો દેશ જ્યાં અત્યાર સુધી કુલ ૬૮,૩૨,૯૮૮ કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે ૫૮ લાખ ૨૪,૪૬૨ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે તો ૧,૦૫,૫૫૪થી વધુ લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. બુધવારે તમામ રાજ્યોને મળીને કુલ ૧૧,૯૪,૩૨૧ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધી દેશભરમાં કુલ ૮,૩૪,૬૫,૯૭૫ કોરોના ટેસ્ટ કરાયા છે. રિકવરી રેટની વાત કરીએ તો ૮૫.૩ ટકાના દરે દર્દીઓ રિકવર થઈ રહ્યા છે તો ૧.૫ ટકાનાં દરે દર્દીઓનાં મૃત્યુ થઈ રહ્યા છે.

તમામ રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રની વાત કરીએ તો તે સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્ય છે, જ્યાં અત્યાર સુધી કુલ ૧૪,૮૦,૦૦૦થી વધુ કોરોના કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ૧૧,૯૬૦૦થી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૪,૫૭૮ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે જ્યારે તેની સરખામણીમાં ૧૬,૦૦૦થી વધુ દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પ્રયાણ કરી ચૂક્યા છે તો ૩૫૫ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયા છે.

તે સિવાય આંધ્રપ્રદેશમાં ૯,૯૦૧ કેસો, તમિલનાડુમાં ૫,૪૪૭, કર્ણાટકમાં ૧૦,૯૪૭, ઉત્તરપ્રદેશમાં ૩,૩૮૯, નવી દિલ્હીમાં ૨,૮૭૧, પશ્ચિમ બંગાળમાં ૩,૪૫૫, ઓડિસામાં ૨,૯૯૫, તેલંગાનામાં ૧,૮૯૬, બિહારમાં ૧,૨૪૫, આસામમાં ૧,૩૦૭, કેરેલામાં ૧૦,૬૦૬, ગુજરાતમાં ૧,૪૭૩, રાજસ્થાનમાં ૨,૧૫૧, હરિયાણામાં ૧,૨૮૩, મધ્યપ્રદેશમાં ૧,૬૩૯, પંજાબમાં ૮૪૪, છત્તીસગઢમાં ૨,૮૪૬, ઝારખંડમાં ૮૨૯, જમ્મુ-કાશ્મીરમાં ૬૨૧, ઉત્તરાખંડમાં ૬૩૦ અને ગોવામાં ૪૩૨ કોરોના કેસો છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વાધિક ૩૫૫ મોત થયા છે. આંધ્રપ્રદેશમાં ૩૪ મોત, તમિલનાડુમાં ૬૭, કર્ણાટકમાં ૧૧૩, ઉત્તરપ્રદેશમાં ૪૭, નવી દિલ્હીમાં ૩૫, પશ્ચિમ બંગાળમાં ૫૮, ઓડિસામાં ૧૮, તેલંગાનામાં ૧૨, બિહારમાં ૨, આસામમાં ૭, કેરેલામાં ૨૨, ગુજરાતમાં ૧૨, રાજસ્થાનમાં ૧૬, હરિયાણામાં ૧૯, મધ્યપ્રદેશમાં ૩૦, પંજાબમાં ૩૩, છત્તીસગઢમાં ૩૦, ઝારખંડમાં ૧૦, જમ્મુ-કાશ્મીરમાં ૧૪, ઉત્તરાખંડમાં ૧૧ અને ગોવામાં ૯ દર્દીઓનાં મોત થયા છે