કોરોનાે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં માઝા મૂકી છે.

0
764

    કોરોનાનો પહેલો તબક્કો ભારતમાં દક્ષિણના રાજ્યો કેરળ અને કર્ણાટકમાંથી શરૂ થયો હતો.  આ રાજ્યોમાંથી કોરોનાની થયેલી શરૂઆત ધીરે ધીરે વિવિધ રાજ્યોમાં પ્રસરી હતી. ભારતના મોટા શહેરો અને નગરોમાં કોરોનાનો પ્રસાર થયા બાદ પરિસ્થિતી વણસી હતી. તેમાંય નિયમોનું પાલન નકરતા લોકોને કારણે કોરોના ને મોકળુ  મેદાન મળી ગયું હતું. 15 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં લોકડાઉન નો આદેશ કર્યા બાદ પરિસ્થિત વધુ બદતર બુની નહોતી. કોરોનાનૈે અટકાવવાના તેમજ કોરોનાથી  સંક્રમિત લોકોને સાજા કરવા માટે તબીબો, નર્સો સ્વાસ્થ્યકર્મી તેમજ સરકારના વહીવટીતંત્ર અને પોલીસતંત્રે રાત- દિવસની પરવા કર્યા વિના, સતત સેવાની કામગીરી બજાવી હતી. આમ છતં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રહ્યા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા સહિત ઉત્તરના  રાજ્યો કરતાં ફકત મહારાષ્ટ્રમાં જ વધુ દર્દીઓ છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોમાંથી 41 ટકા તો કેવળ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ છે.ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, જમ્મુ- કાશ્મીર, દિલ્હી અને હરિયાણામાં – આ  6 રાજ્યોમાં કુલ 8,80 કેસ છે. દેશના પૂર્વભાગો પશ્ચિમ બંગાળ, બિહાર, અને ઝારખંડ વધુ અસરગ્રસ્ત છે. આમેય પશ્ચિમ બંગાળની પરિસ્થિત તો અતિશય ખરાબ બની રહી છે. લોકડાઉનનું સંપૂર્ણતઃ પાલન થતું નથી. દેશના 17 જિલ્લાઓમાં 28 દિવસો દરમિયાન કોરોનાનો એકપણ કેસ આવ્યો નથી. સમગ્ર ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 29,900થઈ ગઈ છે. મૃત્યુઆંક 900સુધી પહોંચી ગયોછે. દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યાા 3000થી વધી રહી છે. આંધ્રમાં 1200 કેસ, તેલંઘાણામાં 1,000થી વધુ કેસ થયા છે.  

      ગલ્ફના દેશોમાં રોજી- રોટી માટે , મજૂરી માટે ગયેલા હજારો ભારતીયો અત્યારે બેરોજગાર થઈ ગયા છે. તેઓ ભારત સરકારનો તેમજ એમ્બેસીનો સંપર્ક કરીને તેમને ભારત પરત લઈ જવાની વારંવાર વિનંતીએઓ કરી રહ્યા છે. સરકાર અંગે વ્યવસ્થા કરી રહી છે. 

  લોકડાઉન હળવું કરાય તોપણ રાજ્યોમાં શાળાઓ, સિનેમાઘરો, મોલ તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ જ રહેશે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રાજયવાર કોરોનનાની પરિસ્થતિ  અને ઉપાયોના પગલાની ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાનો સાથે વિડિયો બેઠક યોજી હતી. જેમાં એક કેરળ સિવાય દરેક રાજ્યના મુખ્યપ્રધાનોએ  ભાગ લીધો હતો. 3મેના દિવસે લોકડાઉનનો તબક્કો પૂરો થયા બાદ આગળની યોજનાઓ અંગે વિચાર કરવા માટે તમામ મુખ્યપ્રધાનોને અનુરોધ કર્યો હતો. દરેક રાજ્યમાં જુદી જુદી સ્થિતીછે, એટલે દરેક મુખ્યપ્રધાને પોતાના રાજ્યનો વિચાર કરીને આગળની વ્યવસ્થા નક્કી કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે હજારો લોકોના જીવ બચી ગયા છે. લોકડાઉનને કારણે દેશમાં સકારાત્મક પરિણામો મળ્યાં છે. મોટાભાગના રાજ્યોના મુખ્યપ્રધાનોએ લોકડાઉનનો તબક્કો વધારવાની હિમાયત કરી હતી. કોરોના વાયરસ પ્રતિબંધિત રસી સપ્ટેમ્બર સુધીમાં આવી જવાની શક્યાતા હોવાનું ઓક્સફર્ડ જેનર ઈન્સ્ટીટયૂટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. whoના પ્રમુખ ટી. બી. ગેબ્રેયસે કહ્યું હતું કે, ઈબોલાની રસી તૈયાર કરવામાં અમારું બહુ મોટુંં યોગદાન હતું. કોવિ઼ડ- 19ની રસી બનાવવાનું કાર્ય  પણ ઝડપથી ચાલી રહ્યુંં છે.