કોરોનાવાઇરસ માનવસર્જીત અને હું એ સાબિત કરીશઃ ચીની વાયરોલોજિસ્ટ

 

વોશિંગ્ટનઃ એક વાયરોલોજિસ્ટ જેણે દાવો કર્યો હતો કે ચીની સરકારે કોરોના વાઇરસ મહામારીને છુપાવી હતી તેણે હાલમાં જ કહ્યું હતું કે તે વિજ્ઞાની પુરાવાઓ રજૂ કરશે કે આ વાઇરસ માનવ-નિર્મિત છે.

ચીની વાયરોલોજિસ્ટ ડો. લી-મેંગ યાન જેમણે હોંગકોંગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થમાં વાયરોલોજી અને ઈમ્યુનોલોજીમાં સ્પેશિયલાઈઝ્ડ ડીગ્રી મેળવી હતી, તેમણે દાવો કર્યો હતો કે અહેવાલો સામે આવવાના શરૂ થયા તેના કેટલાક સમય પહેલા ચીનને કોરોના વાઇરસ અંગે ખબર હતી.

આ વાયરોલોજિસ્ટ હોંગકોંગથી ભાગીને અમેરિકા આવી ગયાં હતાં. અત્યારે તેઓ અજાણી જગ્યા પર છે. તેઓ આજે લૂઝ વુમન પર દેખાયા હતા તેમણે ખુલ્લું કર્યું હતું કે ચીની સરકારે સરકારી ડાટા બેસ પરથી તેમની તમામ માહિતીઓ હટાવી દીધી હતી.

ડો. યેને દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ વુહાનના મીટ બજારમાંથી નીકળ્યો હતો તે અહેવાલ ખોટા છે અને તેઓ એક અહેવાલ પ્રકાશિત કરવાની યોજના બનાવી રહી છે જેમાં પુરાવાઓ છે કે વાઇરસ માનવ-નિર્મિત છે. પહેલી વાત કે વુહાનમાં મીટ માર્કેટ સ્મોક સ્ક્રીન (અસલ વાત છુપાવવા માટનો પડદો) છે અને આ વાઇરસ કદરતી નથી, એમ ડો. યાને કહ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વાઇરસ ક્યાંથી આવ્યો તો તેમણે કહ્યું હતું આ વુહાનની એક લેબમાંથી આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું, હું જીનોમ સિક્વેન્સનો ઉપયોગ કરી પુરાવા આપીશ કે કેમ આ વાઇરસ ચીનની એક લેબમાંથી આવ્યો હતો અને તેમણે આને બનાવ્યો હતો. જેને જીવિવજ્ઞાનનું જ્ઞાન ન હોય તે પણ આ પુરાવાઓને વાંચી શકશે અને તેની ચકાસણી કરી શકશે.