કોરોનાવાઇરસ એમેઝોન જંગલોમાં પહોંચ્યો, ૧૫ વર્ષના આદિવાસી છોકરાનું મોત

 

સાઉ પાઉલોઃ કોરોનાવાઇરસ હવે દુનિયાના સૌથી મોટા જંગલ એમેઝોન સુધી પહોંચી ગયો છે. બ્રાઝિલ અને વેનેઝુએલાના બોર્ડર પર રહેનારા યાનોમામી જનજાતિ સમૂહમાં કોરોનાવાઇરસના લીધે મોત થયા છે. ૧૫ વર્ષના એક છોકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૩ એપ્રિલના રોજ તેને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં સોજો અને તાવની ફરિયાદ કરી હતી. સ્થાનિક હોસ્પિટલમાં તેને ભરતી કર્યા બાદ શરૂઆત તપાસમાં રિપોર્ટ નેગેટિવ રહ્યો હતો પરંતુ ત્યારબાદ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટમાં આ જનજાતિના વધુ સાત લોકોને ચેપ લાગ્યો હોવાની વાત કહેવામાં આવી છે, પરંતુ અધિકૃત રીતે એક વ્યક્તિનું મોત કોરોનાવાઇરસને લીધે થયું હોવાની વાત કહેવામાં આવી છે.