કોરોનામાં મૃત્યુ પામનારા દર્દીઓમાં ૪૫ ટકાને ડાયાબિટિસ હતો, ભારતના બે રાજ્યમાં સર્વેનુ તારણ

 

નવી દિલ્હીઃ નવી દિલ્હીના સેન્ટર ફોર ડિસિઝ ડાયનેમિક્સ ઈકોનોમિક્સ અને પોલિસીના સંશોધકોએ કોરોના પર અત્યાર સુધીના કરેલા સૌથી મોટા સર્વે બાદ દાવો કર્યો છે કે, ભારતમાં ૪૦થી ૭૦ વર્ષની વયજૂથના લોકોને કોરોનાથી સૌથી વધુ ખતરો છે. આ સર્વેમાં આંધપ્રદેશ અને તામિલનાડુના ૫.૭૫ લાખ કોરોના કેસના અભ્યાસમાં સંશોધકોનુ કહેવુ છે કે, આ બંને રાજ્યોમાં યુવાઓને કોરોનાનું સંક્રમણ વધુ અને મરનારાઓમાં પણ યુવાન વયના લોકોની સંખ્યા વધારે છે. સંશોધકોનુ એક તારણ એવું છે કે, મરનારા લોકોમાં ૪૫ ટકાને ડાયાબિટિસ હતો. ૬૩ ટકા લોકો એવા હતા જે પહેલા કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડાતા હતા. ૩૬ ટકા લોકોને એક અથવા બેથી વધારે બીમારીઓ પહેલેથી જ હતી. મરનારા દર્દીઓ મોત પહેલા હોસ્પિટલમાં સરેરાશ પાંચ દિવસ માટે રહ્યા હતા.