કોરોનાનો પુનઃ હાહાકારઃ સુરતમાં સ્મશાનગૃહોમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે સ્વજનોએ કલાકો સુધી રાહ જોવી પડેછે…

 

      કોરોના મહામારીએ ફરીથી એનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં- મુંબઈમાં, ગુજરાતમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં વધુ ને વધુ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. સંક્રમણ ઘાતક બની રહ્યું છે. વેકસીન હજી પૂરતા લોકો સુધી પહોંચી નથી. દેશના અનેક રાજ્યોમાં મોટા શહેરોમાં અને ગામમાં પણ હવે આ મહામારીનો ચેપ પ્રસરી રહયો છે. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ એટલી હદે વધી ગયો છે કે, સુરત શહેરમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોના મૃતદેહોને વિધુત- સ્મશાનગૃહોમાં અગ્નિદાહ આપવા કલાકો સુધી રાહ જોવી પડે છે.રોજના 100 જેટલા મૃતદેહ આવે છે. મોટી સંખ્યામાં લાશોને બાળવા માટે ગેસની ભઠ્ઠી 24 કલાક ચાલુ રાખવી પડે છે. જેને કારણે ગેસની ભટ્ટી પરનું પ્લેટફોર્મ અને એની ચિમનીઓ પણ પીગળી ગઈ હતી. કેટલાક સ્મશાનગૃહમાં મૃતદેહને દાહ આપવા માટે લાકડા પણ નથી. લાકડાં પણ ખૂટી ગયા છે.