કોરોનાનો કેર ચાલુ રહેતાં ભારતીય શેરબજારમાં ભારે ઊથલપાથલ

 

મુંબઈઃ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના કહેરની ખૂબ જ ખરાબ અસર જોવા મળી રહી છે, જેમાં ભારતીય શેરબજાર ભારે અફરાતફરી સાથે ત્રણ વર્ષના તળિયે ઊતરી જઈને બંધ રહ્યું હતું, જેમાં સેન્સેક્સ ૨૯,૦૦૦ પોઇન્ટ અને નિફ્ટીએ ૮૬૦૦ પોઇન્ટની સપાટી તોડી નાખી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લાગેલી  લોઅર સર્કિટની સપાટીની નીચે બંધ રહ્યા હતા, જેને લીધે બજારનો મૂડ વધુ ખરાબ થયો છે અને નિફટી ૮૦૦૦ પોઇન્ટ તરફ આગેકૂચ કરતો જોવા મળી રહ્યો છે, જેને લીધે રોકાણકારોના ૫.૫ લાખ કરોડનું વધુ નુકસાન થયું હતું. નિફ્ટીમાં છેલ્લા ૪૧ સેસન્સમાં ૩૯૫૦ પોઇન્ટ જેટલો કડાકો બોલાઈ ગયો છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે એસ એન્ડ પી રેટિંગ આર્થિક ગ્રોથ ૨૦૨૦ માટે ૫.૨ ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે અગાઉ ૫.૭ ટકાનો અંદાજ મૂક્યો હતો. જોકે આરબીઆઇ અને સરકાર દ્વારા કોરોના કહેરની સામે એનપીએમાં રાહત આપે એવા સમાચાર મળી શકે તેમ છે, પરંતુ આ રાહતથી શેરબજારમાં મોટી અસર જોવા મળશે નહિ, પરંતુ પ્રોત્સાહક પેકેજની જરૂરિયાત છે.