કોરોનાનો કહેર ઓછો થતો નથી,વધતો જાય છે..   મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે..

 

      ભારતમાં 25 માર્ચની લોકડાઉન લાગુ કરવામાં આવ્યો, કોરોનાની સારવાર માટે ગાઈડ લાઈન્સ અને નિયમો નક્કી કરાયા , જેને કારણે કોરોનાનો વ્યાપ અટકી ગયો, પણ સદંતર બંધ થયો નથી. મહારાષ્ટ્રમાં પાંચ દિવસમાં 2,000થી પણ વધુ નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રની સાથે સાથે દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનનો વધતો વ્યાપ રાજય સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે 3,435ના મોત થયાં હતાં. સમગ્ર દેશમાં કુલ 1,12, 359 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે દેશમાં 45 299 લોકો કોરોનાની ચુંગલમાંથી સ્વસ્થ પણ તયાં હતા. મહારાષ્ટ્રમાં હાલ સંક્રમિતોની સંખ્યા 41 હજારથી વધુ છે. મહારાષ્ટ્રમાં કોરાના વાયરસથી સંક્રમિત 1,454લોકોનાં મૃત્યુ થયાં હતાં.