કોરોનાને લીધે રાજ્યના ૩૦ અને ભારતના ૬૦ પોલેન્ડમાં ફસાયા

 

સુરતઃ પોલેન્ડના વાર્સોચોપાઇન એરપોર્ટ પર ગુજરાતના ૩૦ સહિત ભારતના કુલ ૬૦ લોકો ફસાઈ ગયા છે, જેમાં સુરતના છ યુવાનોનો પણ સમાવેશ થાય છે. કોરોના ઇફેક્ટને લીધે ભારત પરત આવવા માગતા આ લોકોએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવ્યા બાદ પણ કોઈપણ નક્કર કારણ દર્શાવ્યા વગર એરલાઇન કંપની છેલ્લા બે દિવસથી ફ્લાઇટ રદ કરી રહી છે, જેને લીધે ત્યાં ફસાયેલા તમામ ૯૦ ભારતીયોની હાલત કફોડી બની છે. ત્યાં ફસાયેલા લોકોએ એરપોર્ટથી વિડિયો બનાવી તેમની તકલીફો રજૂ કરી છે અને જેમ બને તેમ તેમને આ સંકટમાંથી ઉગારી લેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વડા પ્રધાન અને ગૃહમંત્રીની મદદ માગી છે. 

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં વરુણ નામનો યુવક પોલેન્ડના એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોની આપવીતી જણાવતાં કહે છે કે ત્યાં કેટલાક લોકો સ્ટુડન્ટ વિઝા અથવા તો વર્ક-પરમિટ પર ગયા હતા. આ તમામ હાલ ભારત પરત આવવા માગે છે, પરંતુ છેલ્લા બે દિવસથી એરલાઇન કંપની દ્વારા કારણ દર્શાવ્યા વગર જ ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે અથવા તો રિ-શિડ્યૂલ કરવામાં આવી રહી છે. બે દિવસથી એરપોર્ટ પર ફસાયેલા હોવાથી લોકો પાસે જમવાનું પણ નથી અને એરપોર્ટ પરના કેટલાક અધિકારીઓ અંગ્રેજી ભાષા પણ જાણતા ન હોવાથી તેમની સાથે વાતચીત કે રજૂઆત કરવામાં ઘણી તકલીફ પડી રહી છે. તો કેટલાક લોકોને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે, પરંતુ એ પણ ત્યાં ઉપલબ્ધ નથી. ત્યાં ફસાયેલા લોકોમાં સુરતના મોટા વરાછા વિસ્તારના વિરેન્દ્ર જગદીશ રામાણીનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here