
વોશિંગ્ટનઃ કોરોના વાઇરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે જેને લઈને ચીન સવાલોના ઘેરામાં આવી ગયું છે. દુનિયાના અનેક દેશ તેની પાસે જવાબ માંગી રહ્યાં છે. વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ સોમવારે જણાવ્યું કે ચીનને દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાવવા બદલ જવાબદાર ઠેરવવું જોઈએ. અધિકારીએ ચીન પર એવો પણ આરોપ લગાવ્યો કે તે હલકી ગુણવત્તાની એન્ટીબોડી તપાસ કિટ નિકાસ કરીને આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યું છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં ટ્રમ્પ પ્રશાસન ચીન વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને ચીન પર પારદર્શકતા ન રાખવાનો અને તેને દુનિયાભારમાં કોરોના વાઇરસ ફેલાવવા માટે જવાબદારી ઠેરવ્યું છે. આ વાઇરસ એક મહામારીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા ચીનના વુહાન શહેરમાં પહેલીવાર જોવા મળ્યો હતો.
વેપાર અને વિનિર્માણ કાર્યાલયના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય રક્ષા ઉત્પાદન અધિનિયમ નીતિ સમન્વયક પીટર નવારોએ ‘ફોક્સ ન્યૂઝ’ને જણાવ્યું કે, ચીને વાઇરસને છ અઠવાડિયા સુધી છૂપાવ્યો. તે વાઇરસને વુહાનમાં જ નિયંત્રણમાં લઈ શકે તેમ હતું. પણ તેવું કર્યું નહીં. તેણે દુનિયાભરમાં તેને ફેલાવ્યો. સેંકડો ચીની મિલાન, ન્યુ યોર્ક અને અન્ય સ્થળો માટે વિમાનમાં સવાર થયાં.
તેમણે કહ્યું કે આ છ અઠવાડિયાના સમયગાળા દરમિયાન તેમણે દુનિયાભારમાં વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ અને માસ્ક જેવી વસ્તુઓની અછત ઊભી કરી. જેના કારણે સાર્વજનિક સ્વાસ્થ્યકર્મી તેનાથી વંચિત રહ્યાં અને આજે ચીને આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યું છે.
નવારો, માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે પૂછાયેલા એક સવાલનો તેઓ જવાબ આપી રહ્યાં હતાં કે આ સમય ચીનને આ માટે દોષિત ઠેરવવાનો નથી. નવારોએ કહ્યું કે હું તેમનું સમર્થન કરું છું. પરંતુ આપણે ચીનને જવાબદાર તો ઠેરવવું પડશે