કોરોનાને લઈને ગુજરાત સરકારની તાત્કાલિક બેઠક યોજાઈ

 

ગાંધીનગરઃ વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્ના છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ વધી રહ્ના છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીની અધિકારીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે. ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરનાના નવા વેરિઅન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ કર્યો છે. સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને ઍલર્ટ કરી દેવાયું છે. બેડ, દવાઓ, વેક્સિન અને ઓક્સિજન સહિતની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્નાં છે. મનોજ અગ્રવાલનું કહેવું છે કે કોરોનાને લગતી તમામ દવાઓ હાલ ઉપલબ્ધ છે. કેન્દ્ર તરફથી જે સૂચનાઓ આવશે તે અંગે તૈયારીઓ કરીશું. આરોગ્ય વિભાગને ઍલર્ટ કરી દેવાયું છે, તમામ ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યમાં માત્ર ૩૩ ટકા લોકોઍ જ બુસ્ટર ડોઝ લીધો છે. જેથી વેક્સિન અંગેની તૈયારીઓ પર પણ ઘ્યાન આપવામાં આવશે.