કોરોનાને કારણે ભારતમાં સ્થિતિ કાબૂ બહાર જતી જાય છે…

 

  ભારતમાંં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધતી જાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નવા કેસ બની રહ્યાછે. દેશમાં દરેક રાજ્યમાં લોકડાઉન સહિત તાકીદના ઉપાયો કરવા છતાં  નવા નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 35 હજાર સુધી પહોંચ્યાના આધારભૂત સમાચાર પ્રાપ્ત થયા છે. 

 ભારતના કેન્દ્રીય તેમજ રાજ્યોના વહીવટીતંત્ર માટે એક સાંધો અને તેર તૂટે  જેવો ઘાટ થયો છે. 

                    વિદેશોમાં અટવાયેલા ભારતીયોનો પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે. ખાડીના દેશો- ઈરાન, ઈરાક, સાઉદ અરેબિયા,કુવૈૈત, બહેરિન, કતાર, ઓમાન વગેરે દેશોમાં કામ કરી રહેલા ભારતીયોને ભારત પાછા ફરવું છે.ગલ્ફના વિવિધ દેશોમાં કામ કરનારા ભારતીયોનો આંક એક કરોડ છે. મોટાભાગના લોકો મજૂરી માટે, રોજી- રોટી માટે ત્યાં ગયા છે, જેઓ અત્યારે બેરોજગાર થઈ ગયા છે. એમના રહેવા- જમવાની કે સારવાર માટેની પૂરતી ગોઠવણ નથી. તે લોકો કોરોનાના ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. મોટાભાગના લોકો ઉપરોક્ત દેશોમાં કન્સ્ટ્રકશન કંપનીઓમાં કામ કરે છે, તો કેટલાક તેલની કંપનીમાં નોકરીઓ કરે છે. તેઓ પોતાના દેશની ભારતીય એલચી કચેરીઓમાં જઈને વિનંતી – આજીજી કરી રહ્યા છે કે, તેમને જલ્દીથી ભારત જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. ભારત સરકાર આ બધા લોકોને બે જહાજ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરી રહી છે. તેમને સૂચના આપી દેવામાં આવી છે કે, તેઓ તૈયાર રહે. દેશની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર કોરોના અંગે કરવામાં આવેલા લોકડાઉનને 3 મેથી વધુ સમય લંબાવે એવી શક્યતા છે. જો કે મોટાભાગના રાજ્યોના મુખ્યપ્રધાનોએ તો વડાપ્રધાનને લોકડાઉન વધુ સમયકાળ સુધી લંબાવવામાટે જણાવી જ દીધું છે. સંભવ છેકે, કેન્દ્રના વહીવટીતંત્ર દ્વારા નવી આચારસંહિતા 3મેના જહેર કરવામાં આવશે.