કોરોનાનું સંકટ પર્લ હાર્બર અને ૯/૧૧ કરતા પણ વધુ ભયાવહઃ ટ્રમ્પ

 

 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસથી ઝઝૂમી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, કોરોનાને કારણે જે સ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પર્લ હાર્બર અને ૯/૧૧થી પણ ભયાનક છે. કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધી ૭૨ હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે અને ૧૨ લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. બીમારીને કારણે દુનિયાના સુપરપાવર તરીકે ઓળખાતા અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચ્યું છે. બુધવારે તેમણે જણાવ્યું કે, આપણે અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલાની સામે ઝઝૂમી રહ્યા છે. જે પર્લ હાર્બર અને ૯/૧૧ કરતા પણ વધારે ભયાનક છે. અમેરિકામાં આવો કોઈ હુમલો આજ સુધી થયો નથી. કોરોનાને કારણે અમેરિકામાં લોકડાઉન અને મોટા ભાગની આર્થિક ગિતિવિધિઓ બંધ છે.

આઈએમએફ અને વર્લ્ડ બેંકે અંદાજ વ્યક્ત કર્યો છે કે, અમેરિકામાં આર્થિક મંદી આવી શકે છે. અંદાજ મુજબ, વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અમેરિકાની અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ માઈનસ ૧૫-૨૦ ટકા હોઈ શકે છે. હાલમાં અમેરિકામાં નવા કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે જેને કારણે કેટલાક રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ રહી છે