કોરોનાની વેક્સીન બનાવી દીધી છેઃ જોનસન એન્ડ જોનસનનો દાવો

 

વોશિંગ્ટનઃ  જોનસન એન્ડ જોનસન કંપનીએ જણાવ્યું છે કે, તેમણે કોરોના વાઇરસની સારવાર માટે સંભવિત વેકસીન તૈયાર કરી લીધી છે, સપ્ટેમ્બર મહિનામાં માણસો પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, વેકસીન આગામી વર્ષના શરૂઆતના મહિનામાં ઈમરજન્સી યુઝ માટે ઉપલબ્ધ થઈ શકે છે. 

કંપનીએ સોમવારે જણાવ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીએ અમેરિકાની સરકારના બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે રિચર્સમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. જોનસન એન્ડ જોનસને જાન્યુઆરીમાં એડી૨૬ સાર્સ-સીઓવી-૨ પર કામ કરવાનું શરૂ કર્યું હતું જેના પર અત્યારે તપાસ ચાલી રહી છે. કંપનીના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી પોલ સ્ટોફેલ્સે જણાવ્યું છે કે, અમારી પાસે કેટલીક સંભવિત વેકસીન હતી જેનો પશુઓ પર ટ્રાયલ કરવામાં આવ્યો હતો અને તેમાંથી અમારે સૌથી શ્રેષ્ઠ વેકસીનની પસંદગી કરવાની હતી. અમારે એ પણ જોવાનું હતું કે વેકસીન સુધાર કરી શકાય છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વેકસીન કામ કરે અને બીજી તરફ તેનાથી લાભ લઈ શકાય.