કોરોનાની વેકસીનનું ઉત્પાદન કરનારી કંપનીઓને કમાણીના ઢગલા થઈ ગયા…

 

      કોરોના મહામારીને લીધે લાખો લોકોના મૃત્યુ થયા, આખી દુનિ્યામાં દહેશત, ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું. લોકોનું જન- જીવન છિન્ન- વિછિન્ન થઈ ગહયું. લોકોના જીવન પર સતત મૃત્યુના ઓછાયા ઘેરાતા રહ્યા. તબીબો અને સંશોધકોના  અથાગ પરિશ્રમ અને જ્ઞાનને કારણે રસી પ્રાપ્ત થઈ શકી, પણ રસીનું ઉત્પાદન કરનારી કંપનીઓને નાણાનો ધોધ વહેવા માંડ્યો…કોરોનાની રસી બનાવીને સૌથી વધુ કમાણી કરનારી કંપનીઓની યાદીમાં અમેરિકાની કંપની ફાઈઝર અને મોડર્નાનો નંબર સૌથી આગળ છે. ફાઈઝર કંપનીએ ગયા વરસે 9.6 અબજ ડોલરનો નફો મેળવ્યો હતો. જે આ વરસે વધીને 15 અબજ ડોલર થઈ જશે. બ્રિટિશ કંપની અસ્ટ્રજેનેકા અને જેન્સને મહામારી સમાપ્ત ના થાય ત્યાં સુધી કોઈ પણ નફો ન કમાવાની નીતિ અપનાવી છે, છતાં આ બન્ને કંપનીઓ પણ ફાયદો મેળવશે. જયારે મોડર્ના ને કોરોનાની રસીના વેચાણથી આ વરસે 19 અબજ ડોલરનો નફો થશે. દુનિયાભરની રસી બનાવતી કંપનીઓના શેરમાં ખૂબ ઉછાળો આવ્યો છે. ફાઈઝરના  શેર લગભગ 2 ટકા તો બાયો એન્ટેકના શેર 156 શેર 156 ટકા વધી ગયા છે. મોડર્નાના શેરમાં એક વર્ષમાં 300 ટકાનો ઉછાળો આવ્યો હતો. 

     મોડર્ના રસીના બન્ને ડોઝ માટે અમેરિકામાં 30 ડોલર અને ઈયુમાં 36 ડોલર વસૂલે છે. અસ્ટ્રાજેનેકાએ પોતાના બે ડોઝની કિંમત સાડા ચારથી 10 અમેરિકન ડોલર  રાખી છે. જોન્લને 10 ડોલર પ્રતિ એક રસીના ડોઝનું વેચાણ કરવાનું નક્કી કર્યું છે. ફાઈઝરે રસીના બન્ને ડોઝ માટે અમેરિકામાં 39 ડોલર અને યુરોપિયન યુનિયનમાં 30 ડોલરની કિંમત નક્કી કરી હોવાનું જાણવા મળ્યું હતું.