કોરોનાની રસીકરણ ડ્રાઇવને કારણે આરોગ્ય મંત્રાલયે પોલિયો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ રદ કર્યો

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ૧૭ જાન્યુઆરીએ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થવાની હતી, જેને હવે વધારી દેવામાં આવી છે. દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થવાની છે. તેની અસર હવે દેશમાં ચાલી રહેલા અન્ય અભિયાનો પર પણ જોવા મળી રહી છે. ૧૭ જાન્યુઆરીએ યોજાનારી પોલિયો રસીકરણ દિવસ હવે આગળ વધારવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અચાનક આવેલા કોરોનાના કપરા સમયના કારણે આ કાર્યક્રમ આગામી આદેશ સુધી રદ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ભારતમાં પોલિયો ડ્રોપ સાથે જોડાયેલા કેટલાય અભિયાન મોટા પાયે હાથ ધરવામાં આવે છે. દર વર્ષે લાખો બાળકોને પોલિયો ડ્રોપ અપાય છે. ભારત વિશ્વનું આ સૌથી મોટું અભિયાન ચલાવે છે, પરંતુ હવે કોરોના રસીકરણ અભિયાનને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આ ઝુંબેશ ક્યારે થશે, તે હજી જાણી શકાયું નથી.