કોરોનાની મહામારીને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને દેશના લોકોની ગતિવિધિને લક્ષમાં રાખીને વિચાર-વિમર્શ કરવા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ 22મેના બોલાવી સર્વ વિરોધ પક્ષોની બેઠક : આગામી 22 મેના બપોરે 3 વાગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકનું આયોજન ….

 

    કોરોનાની મહામારીથી આખો દેશ ભયગ્રસ્ત છે. 25મી માર્ચથી દેશમાં શરૂ થયેલું લોકડાઉન હજી ચોથા તબક્કામાં પ્રવેશ્યું છે. જન-જી.વનના અનેક પ્રશ્નો છે. કોવિદ-19નો મામલો, વતન માટે પ્રસ્થાન કરનારા દેશના વિવિધ રાજ્યોના પ્રવાસી મજૂરોની દયનીય હાલત, તેમની દુર્દશા ,કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ- આ તમામ મુદા વિષે ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ વિરોધપક્ષોની એક સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.ઉપરોકત બેઠકના આયોજનમાં ભાગ લેવા માટે આશરે 28 જેટલા નાના મોટા રાજકીય પક્ષોને સંદેશ મોકલવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોનો સમાવેશ થાય છે. દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ અંગે ગંભીરતાથી વિચાર કરવાના ઉદે્શથી  આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે જે રાજકીય પક્ષોને બેઠકમાં ભાગ લેવા નિમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં NCP,DMK, RJD, BSP, TDP, નેશનલ કોન્ફરન્સ, જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ  અને શિવસેનાનો સમાવેશ થાય છે.