કોરોનાની બે અલગ રસી લેવાથી શરીર પર થાય છે આવી અસર

 

સ્વીડનઃ જે લોકોએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ રસીનો (કોવીશીલ્ડ) પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ એમ-આરએનએ રસીનો લીધો હોય તેમને બંને ડોઝ કોવીશીલ્ડના લીધાં હોય તેમની સરખામણીમાં સંક્રમણ થવાનું જોખમ ઓછું હોય છે, એમ સ્વીડનમાં રાષ્ટ્રવ્યાપી અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

સ્વીડનમાં એસ્ટ્રા-ઝેનેકાની વેક્ટર આધારીત રસીને સુરક્ષાની ચિંતાના કારણે ૬૫ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અનામત રાખવામાં આવી છે આ કારણથી સ્વીડનમાં દરેક વ્યક્તિ જેણે પહેલાંથી પોતાનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેને બીજો ડોઝ એમ-આરએનએનો લેવાની ભલામણ કરાઈ છે.

મિક્સ રસી લેવાથી મજબૂત રોગ પ્રતિરોધક શક્તિ ઉત્પન્ન થાય છે. જો કે હજી સુધી આ સ્પષ્ટ નથી કે આ પ્રકારે મિક્સ રસી લેવાથી સંક્રમણનું જોખમ કેટલું ઘટે છે. રસી ન લેવાની સરખામણીમાં કોઈ પણ મંજૂર કરાયેલી રસી લેવું સારું છે અને બે ડોઝ એક ડોઝ કરતા શ્રેષ્ઠ છે, એમ સ્વીડનની ઉમેઈ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર નોર્ડસ્ટોર્મે કહ્યું હતું. જો કે અમારો અભ્યાસ દર્શાવે છે કે જેમણે બંને ડોઝ વેક્ટર આધારીત રસીના લગાવ્યા હોય તેની સરખામણીએ જે લોકોએ પ્રથમ ડોઝ વેક્ટર આધારીત રસીનો લીધા બાદ એમ-આરએનએ રસી લે છે તેમનું જોખમ તે લોકોની સરખામણીમાં ઓછું થઈ જાય છે

આ અભ્યાસ ધ લાન્સેટ રિજનલ હેલ્થ-યુરોપ જર્નલમાં સોમવારે પ્રકાશિત થયો હતો જે સ્વીડનની જાહેર આરોગ્ય સંસ્થામાં નોંધાયેલા દેશભરના આંકડાઓ પર આધારીત છે. આ અભ્યાસમાં આશરે ૭ લાખ જેટલાં લોકોને સામેલ કરાયા હતા. અગાઉ કરેલા અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે મિક્સ રસી લેવાથી મજબૂત રોગ પ્રતિરોધક શક્તિ ઉત્પન્ન થાય છે. જો કે હજી સુધી આ સ્પષ્ટ નથી કે આ પ્રકારે મિક્સ રસી લેવાથી સંક્રમણનું જોખમ કેટલું ઘટે છે, એમ શોધકોએ કહ્યું હતું.