કોરોનાની બીજી લહેર દરમિયાન મોંઘવારી માઝા મૂકી રહી છે.. 

 

 કોરોનાની બીજી લહેર ગરીબ અને મધ્યમ વર્ગના લાખો પરિવાર માટે ખૂબ સંકટભરી બની રહી છે. અનેક લોકો બેરોજગાર બની ગયા છે. અનેકની નોકરી અને વેપાર- ધંધા બંધ થઈ ગયા હોવાથી તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિવારો માટે તેમના ઘરનું રસોડું અને પેટ ભરીને ભોજન જાણે અસંભવ વાત બની ગયું હોવાનું અનુભવાય છે. લોકોના નોકરીના પગાર નથી વધ્યા પરંતુ મોંઘવારી વધી રહી છે. છેલ્લા એક જ વર્ષમાં જરૂરી ખાદ્ય- સામગ્રીના ભાવોમાં 40થી લઈને 100 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. સૌથી વધુ ભાવ ખાદ્યતેલ અને પેટ્રોલિયમની પેદાશોના વધ્યા છે. 

         તાજેતરના સમયમાં શાકભાજી, અનાજ, કઠોળ, ડિઝલ, રાંધણ હજુ આગામી મહિનાઓમાં મોંઘવારીઓ ગેસ, ફળફળાદિ, દવાઓ સહિતની ચીજવસ્તુઓના ભાવ બેહદ વધી ગયા છે. જેને લીધે મધ્યમવર્ગની હાલત બગડી રહી છે. કોરોના કાળમાં માત્ર ખાદ્ય – વસ્તુઓના જ નહિ, પેટ્રોલ તેમજ રાંધણગેસ અને ડિઝલના ભાવ પણ બેફામ વધી રહ્યા છે. ભાવવધારા પર જાણે કોઈનો અંકુશ જ નથી રહ્યો. નિષ્ણાતોના મતે મોંધવારીનો આંક વધુ ઉપર જવાની સંભાવના છે.