કોરોનાની બીજી લહેર આવવાની સંભાવના છેઃ યુરોપ અને અમેરિકામાંથી હજી ખતરો ટળ્યો નથી…

 

      કોરોના વાયરસે જગતભરમાં તબાહી મચાવી છે. સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાને કારણે 10, 06, 344 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. સંક્રમિતોની સંખ્યા 3,35, 46, 662 થઈ છે. યુરોપમાં તો કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. ભારતની વાત કરીએ તો, અત્યાર સુધીમાં દેશમાં કુલ 95 હજારથી વધુ લોકોના મૃત્યુ થયાં છે. બ્રાઝિલમાં 1, 42 000 લોકોના મોત થયાં છે. મેકસિકોમાં 76 હજાર લોકોને કોરોના ભરખી ચુક્યો છે. એમેરિકાની હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, કોરોનાને લીધે દુનિયાભરનાં એક મિલિયનથી વધુ લોકોના માત થયા છે. સરેરાશ રોજના આશરે પાંચ હજાર લોકો કોરોનાના સંક્રમણનો ભોગ બને છે. અમેરિકામાં પણ અત્યાર સુધીમાં બે લાખ, પાંચ હજાર લોકોનાં મોત થયાં છે. જે વિશ્વભરમાં સૌથી વધુ છે.વિશ્વભરમાં કોવિદ- 19ના કેસ 33 મિલિયનનો આંકડાને પાર કરી ચુકયા છે.