કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ગરીબ  લોકોને સરકારે  આપી રાહત 

 

    કોરોનાનું સંકટ ભારતમાં ભયાનક રૂપ ધારણ  કરી રહ્યું છે. વિવિધ રાજ્યોના શહેરોમાં અને નગરોમાં કરફયુ તેમજ લોકડાઉનની પરિસ્થિતિને કારણે લાખો લોકોની રોજી- રોટી છિનવાઈ ગઈ છે. હજારો મજૂરો- કામદારો લોકડાઉન ના ભયથી પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એમની પાસે કશી બચત રહી નથી. હાલાત ગંભીર છે. કરુણ છે. ચિંતાજનક છે. હવે કેન્દ્ર સરકાર આવા લોકોની મદદે આવી છે. દેશના આશરે 80 કરોડ લોકોને મે અને જૂન મહિનામાં પાંચ કિલો રાશન મફત આપવાના નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. આ સ્કીમ હેઠળ દરેક રાજયને એની આવશ્યકતા અનુસાર, અન્ન પુરવઠો પહોંચતો કરવામાં આવશે. જેમાં ઘઉં અને ચોખા જેવા ધાન્યનો સમાવેશ થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here