કોરોનાની બીજી લહેરના માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અણીદાર સવાલ કર્યો : બાળકોને પ્રભાવિત કરનારી કોરોનાની સંભવિત ત્રીજી લહેર શરૂ થશે ત્યારે???? શું પગલાં ભરશો

 

             સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભવિષ્યમાં સંભવતઃ આવનારી કોરોના મહામારીની ત્રીજી લહેર સામે લડવા, તેને સામનો કરવા, બાળકોની સુરક્ષા અને તેમના જીવનની સલામતી માટે સરકારે શું પ્લાન કર્યો છે… વગેરે વગેરે અસરકારક સવાલો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, જે સવાલ અમને ડરાવી રહ્યો છે. જે સવાલ બાળકોના માતા- પિતાને પણ ડરાવી રહ્યો છે – એનો કોઈ જવાબ તમારી પાસે છે કે નહિ…જો કોરોનાની ત્રીજી લહેર શરૂ થશેને બાળકો પ્રભાવિત થશેતો તેમના બચાવ માટે તેમના માતા-પિતા શું શું  કરશે અને સરકાર શું શું આયોજન કરશે.. અમને કહો તો ખરા, કે તમારો ભવિષ્યનો શું પ્લાન છે..જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, અમે એવું નથી કહી રહ્યા કે બીજી લહેરનો સામનો કરવામાં તમારી જ માત્ર ભૂલ છે, પણ અમે એ જરૂર જાણવા માગીએ છીએ કે ત્રીજી લહેર સામે લડવા માટે તમે વૈજ્ઞાનિક ઢબે કશું આયોજન કર્યું છે કે નહિ..શું ત્રીજી લહેર માટે તમે એવા ડોકટરોની ટીમ તૈયાર રાખી છેકે જે ટેકનોલોજીના ઉપયોગ કરીને સારવાર કરી શકે. તમારી પાસે હાલના સેકન્ડ વેવને હેન્ડલ કરવા માટે મેનપાવર નથી, તો થર્ડ વેવ- ત્રીજી લહેર માટે મેનપાવનર ઉપલબ્ધ થશે કે નહિ..શું આપણે એ માટે ફ્રેશર  ગ્રેજ્યુએટ  ડોકટરો, નર્સોનો ઉપયોગ કેમ ના કરી શકીએ …હવે તમારે ચોક્કસ નીતિ ઘડવી પડશે. જો તમારી નીતિમાં કશી પણ ખામી હશે તો તેના માટે માત્ર તમે જ જવાબદાર રહેશો.