કોરોનાની દેશમાંથી સતત પીછેહઠ થઈ રહી છે…. 

 

    દેશમાંથી ધીરે ધીરે  કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14, 313 નવા કેસ મળ્યા છે. જે છેલ્લા 224 દિવસમાં સૌથી ઓછા છે. હવે કોરોનાનો રિકવરી રેટ પણ 98.04 થઈ ગયો હતો. એકટિવ કેસની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં દે્શમાં 3 કરોડ 33 લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ચુકયા છે. કોરોનાના કેસમાં ઘટાડાને કારણે વિકલી પોઝિટિવીટી રેટ પણ સતત ઘટી રહ્યો છે. દેશમાં કોવિડના કારણે 4 લાખ, 50,000, 963 લોકોના મોત થયાં હતા. દેશમાં અત્યાર સુધીમાં 95.82 કરોડ લોકોનો કોરોનાની રસી આપી દેવામાં આવી છે.