કોરોનાની ત્રીજી લહેર પછી કંપનીઓમાં ૪૧ ટકા ભરતી વધી

 

નવી દિલ્હી: દેશમાં વિવિધ ક્ષેત્રે ઉદ્યોગોમાં મોટા પાયે ભરતીઓના મામલે કોરોનાની ત્રીજી લહેર છતાં ૨૦૨૨નો પહેલો મહિનો સારો રહ્યો છે. નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ પ્રમાણે જાન્યુઆરીમાં ભરતીમાં વાર્ષિક આધારે ૪૧ ટકાનો વધારો નોંધાયો છે. જાન્યુઆરી ૨૦૨૧માં આ ઈન્ડેક્સ ૧૯૨૫ હતો, જે આ વર્ષે જાન્યુઆરીમાં ૨,૭૧૬ પર પહોંચી ગયો છે.

આ ભરતીઓમાં આવેલો ઉછાળો મુખ્યત્વે આઈટી-સોટવેર, રિટેલ અને ટેલિકોમ ક્ષેત્રે છે. આ વર્ષની શ‚આતમાં હાયરિંગ સેન્ટિમેન્ટમાં ખાસ્સો સુધારો થયો છે કારણ કે ઉદ્યોગજગત ગ્રોથને લઈને ખાસ્સું ઉત્સાહિત હતું. ગયા વર્ષની તુલનામાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં મજબૂત ગ્રોથના સંકેત મળ્યા છે.

નોન-મેટ્રોની વાત કરીએ તો દેશભરમાં અમદાવાદ ૫૦ ટકા ગ્રોથ સાથે પહેલા નંબરે છે. ત્યાર પછી કોઈમ્બતુર (૪૩ ટકા), કોચી (૨૭ ટકા), વડોદરા (૧૨ ટકા) અને જયપુર (૮ ટકા)નો ક્રમ છે. જાન્યુઆરીમાં તમામ કેટેગરીમાં ઘણી ભરતી થઈ છે, પરંતુ આઠથી ૧૨ વર્ષનો અનુભવ ધરાવતા પ્રોફેશનલોની માંગમાં વાર્ષિક આધારે સૌથી વધુ ૪૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. મોટાં શહેરોની વાત કરીએ તો આઈટી હબ બેંગલુ‚ (૭૯ ટકા), હૈદરાબાદ (૬૬ ટકા) અને પૂણે (૬૩ ટકા)એ આ વર્ષે જાન્યુઆરીમાં સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો છે.

આ ઉપરાંત મુંબઈ (૫૮ ટકા), ચેન્નઈ (૫૪ ટકા), કોલકાતા (૪૧ ટકા) અને દિલ્હી-એનસીઆરમાં (૩૫ ટકા)માં પણ ભરતીઓ વધી છે. આ પૈકીની મોટા ભાગની ભરતી અગ્રણી ક્ષેત્રો સિવાય ફાર્મા (૨૯ ટકા), મેડિકલ સર્વિસ (૧૦ ટકા), ઓઈલ અને ગેસ-વીજળી (૮ ટકા), ઇન્સ્યોરન્સ (૮) ટકા, એફએમસીજી (૭ ટકા) અને મેન્યુફેક્ચરિંગ (૨ ટકા) જેવાં ક્ષેત્રોમાં થઈ છે. આ ક્ષેત્રોમાં જાન્યુઆરી ૨૦૨૧ની તુલનામાં વધુ ભરતી થઈ હોવાનું આંકડા જણાવી રહ્યા છે