કોરોનાના ૧૩ નવા કેસ, દેશમાં દરદીઓનો આંકડો ૭૩ પર પહોંચ્યો

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો હવે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં નવા ૧૩ કોરોના વાઇરસના પોઝિટિવ દરદીઓ સામે આવ્યા બાદ હવે ભારતમાં એની ચપેટમાં આવનારાઓનો આંકડો ૭૩ પર પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કેટલા દરદીઓ છે એનો સત્તાવાર આંકડો પણ બહાર પાડ્યો છે. સદનસીબે ગુજરાતમાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્ય પ્રમાણે, કોરોનાના દરદીઓનો આંકડો આ પ્રમાણે છેઃ

દિલ્હી ૬, હરિયાણા ૧૪, કેરળ ૧૭, રાજસ્થાન ૩, તેલંગાણા ૧, યુપી ૧૧ લદાખ ૩, જમ્મુ- કાશ્મીર ૧, તામિલનાડુ ૧, પંજાબ ૧, કર્ણાટક ૪, મહારાષ્ટ્ર ૧૧. જે ૭૩ કેસ નોંધાયા છે એ પૈકીના ૧૭ અન્ય દેશોના નાગરિકો છે, જે હાલમાં ભારતમાં છે.